Abtak Media Google News

૨૦૩૦ સુધીમાં ભારતના માર્ગો પર બન્ને તેટલા વધુ ઈ-વાહનો દોડે તે માટે કવાયત

ભારતમાં ગ્રીન કાર પોલીટીની સફળતા માટે કેન્દ્ર દ્વારા કવાયત હા ધરવામાં આવી છે. આ બાબતે નીતિ આયોગે પણ વધુ રસ દાખવતા ઈ વાહનોને બુસ્ટર ડોઝ આપવા માટે સબસીડીની ભલામણ કરી છે. નીતિ આયોગે કહ્યું છે કે, સરકારે ઈલેકટ્રીક વાહનોના વેંચાણને પ્રોત્સાહન આપવા માટે સબસીડી સહિતના ફાયદાઓ આપવા જોઈએ જેી ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધે તેમજ પેટ્રોલ-ડિઝલના વપરાશમાં ઘટાડો ાય. નીતિ આયોગના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં પેટ્રોલ-ડિઝલના વાહનોનો ઉપયોગ વધી રહ્યો હોવાી ૨૦૩૦ સુધીમાં વાતાવરણમાં એક ગીગા ટન કાર્બન ડાયોકસાઈડનું ઉત્સર્જન શે જે ગંભીર બાબત છે. પરંતુ જો ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ કરવામાં આવે તો આ પરિસ્િિતમાં સુધારો લાવી શકાય.

વધુમાં ઈલેકટ્રીક વાહનોના ખરીદ-વેંચાણમાં જો સરકાર દ્વારા સબસીડી સહિતના લાભ આપવામાં આવે તો ભારતના માર્ગો ઉપર દોડતા ઈલેકટ્રીક વાહનોની સંખ્યામાં વધારો શે. આ સો ઈલેકટ્રીક વાહનો માટેના સ્પેર પાર્ટસ બનાવતા ઉત્પાદકોને પણ સંશોધન અને બીજા કામો માટે જો સરકાર પુરતુ પ્રોત્સાહન આપે તો ઈ વાહનો વધુ સફળ બનશે. સરકાર ૨૦૩૦ સુધીમાં મોટાપાયે ઈ વાહનો ભારતના માર્ગો પર દોડતા ાય તે માટે કવાયત કરી રહી છે. ત્યારે નીતિ આયોગે અલગ અલગ ભલામણ કરીને આ હેતુને કેવી રીતે પાર પાડવો તેના સુચનો આપ્યા છે. ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધતા પેટ્રોલ-ડિઝલના વપરાશમાં પણ ઘટાડો આવશે અને સરકાર ઉપર બોજો ઓછો શે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.