Abtak Media Google News

વેરાવળનાં સુપાસી ખાતે રાજ્યમંત્રી જશાભાઇ બારડ અને સાંસદ રાજેશભાઇ ચુડાસમાનાં હસ્તે રબારી સમાજનાં લોકોને અનુ.જન જાતિનાં પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. રબારી સમાજનાં પ્રમાણપત્રો વિતરણ સમારોહમાં મહાનુભાવોનાં હસ્તે વારસાગત પ્રમાણપત્રો અશોકભાઇ કરમટા, સોનલબેન ચોપડા, નિતેષભાઇ કટારીયાને અર્પણ કરાયા હતા.આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે પારદર્શક વહિવટને અનુલક્ષીને ૧૯૯૪ ી ૧૮-૧-૨૦૧૭ સુધીની રબારી સમાજની માંગણીનું સરકારે સફળ નિરાકરણ કર્યું છે. અનુ.જન જાતિનાં પ્રમાણપત્રો આવનારા દિવસોમાં રબારી સમાજ માટે ખુબ ઉપયોગી નિવડશે. આ પ્રમાણપત્રો ભવિષ્યમાં સમાજનાં દિકરા દિકરીઓને ભણતરમાં ખુબ જ ઉપયોગી નિવડશે.સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ કહ્યું હતું કે, આજે સરકાર આપણાં આંગણે આવી આપણને અનુ.જન જાતિનાં પ્રમાણપત્રો અનાયત કર્યા છે. સૈાનો સા – સૈાનો વિકાસ ને ગુજરાત સરકારે ખરા ર્અમાં ર્સાક કર્યું છે. જિલ્લા પંચાયતનાં સદસ્ય રાજશીભાઇ જોટવાએ જણાવ્યું હતું કે, વર્ષો જુનો અનુ.જન જાતિ પ્રમાણપત્રનો પ્રશ્ન આજે સરકારે ખુબ જ સરળતાી ઉકેલ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.