રાજકીય પક્ષોએ કાર્યકરોમાં નવો સંચાર અને જોમ માટે સંસ્થાકીય ચૂંટણીઓ સમયસર યોજવી જોઇએ..!

લોકતંત્ર સતત ગતિશીલ અને કાર્યશીલ રહે તે માટે સમયાંતરે ચૂંટણી પ્રક્રિયા દ્વારા લોકોદ્વારા પ્રતિનિધિઓને ચુંટવાની આદર્શ વ્યવસ્થામાં યોગ્ય લોકસેવકો ની સાથે સાથે જાહેર જીવન સાથે સંકળાયેલા કાર્યકરોને નેતૃત્વની તક આપવાનો ઉમદા હેતુ રહેલો છે, પંચાયતી રાજ વ્યવસ્થા માં ચૂંટણી ને કાયાકલ્પ તરીકે જોઈ શકાય , લોકતંત્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ થી લઈ સંસદ સુધીની વ્યવસ્થાની જેમ ચૂંટણીનું રાજકીય પક્ષોમાં પણ ખૂબ મહત્ત્વ રહ્યું છે,

રાજકીય પક્ષોનું સંચાલન ભલે પક્ષના મોવડીઓ દ્વારા કરવામાં આવતું હોય પણ કોઈપણ પક્ષ ની ખરી તાકાત કાર્યકરો નો જુસ્સો બની રહે છે, રાજકીય સંસ્થાઓ ની જેમ સમયાંતરે રાજકીય પક્ષોમાં પણ નિયમિત રીતે ચૂંટણીઓ થવી જોઈએ, જેનાથી પક્ષમાં સતત પણે જુસ્સો અને કામ કરનાર કાર્યકરોને નેતૃત્વની તક આપવાની પ્રક્રિયાથી પાયાના કાર્યકરો ને કામ કરવાનો જુસ્સો અને પોતાની મહેનત ક્યારેક રંગ લાવશે તેની “શ્રદ્ધા” આત્મવિશ્વાસ ના રૂપમાં જાહેર જીવન અને  પક્ષ માટે પણ  શક્તિ બની રહેશે,

રાજકીય પક્ષોમાં સંસ્થાકીય ચૂંટણીઓમાં વિલંબ કે લાંબો સમય કાઢી નાખવા નીપરિસ્થિતિ  હોદ્દેદારોને વધુ સમય હોદો ભોગવવાની સવલત મળી રહેશે,પણ ચૂંટણીનો સમયવીતી ગયા પછી પણ ચૂંટણીઓની કોઈ વ્યવસ્થા ન હોવાથી પક્ષનું વાતાવરણ બંધિયાર પાણી જેવું થઈ જાય, પાણીમાં જેવી રીતે અશુદ્ધિઓ નો ઉમેરો અને સ્વચ્છતા જળવાતી નથી તેમ કોઈ પણ રાજકીય પક્ષમાં લાંબા સમય સુધી ચૂંટણી વગર નું વાતાવરણ આંતરિક લોકતંત્ર બંધિયાર બની જાય છે અને કાર્યકરોમાં શિસ્તનો અભાવ, નિરાશા, થી લય અસંતોષ અને પક્ષાંતર અને નવા પક્ષની રચના ના વિચાર સુધીના માતૃ સંસ્થા માટે ઘાતક પરિબળો ઉભા થઈ જાય છે,

ભારતના રાજદ્વારી ઇતિહાસમાં રાજકીય પક્ષોના ઉદય, અસ્ત અને બલીહારી ની લાંબી તવારીખમાં સમયાંતરે જે રાજકીય પક્ષોએ આંતરિક વ્યવસ્થા અને ખાસ કરીને સંસ્થાકીય ચૂંટણીઓમાં સમયબદ્ધ તા અને પારદર્શકતાથી નવોદિતોને તક આપવાના અભિગમ અપનાવ્યો છે તે લોકતાંત્રિક વ્યવસ્થા માંઅને રાજકીય રીતે પણ વધુ લાભદાયી પરિણામો મેળવી શક્યા છે આથી ઊલટું જે જે રાજકીય પક્ષોએ પોતાના તપતા સૂર્ય જેવા કાર્યકાળ દરમિયાન સંસ્થાકીય ચૂંટણીઓને નજરઅંદાજ કરીને વ્યક્તિગત રાજકીય લાભ માટે ચૂંટણી અંગે આંખ મિચામણા કરી સમય ખાવાની વૃત્તિઆપનાવી હોય તેવા નેતાઓને કારણે પક્ષમાં કાર્યકરોની નિરાશા અને બળવાની પરિસ્થિતિ ઉભી થઈ જ છે.

પક્ષની આંતરિક ચૂંટણી માં સમય નો તાલ મેળવવામાં નિષ્ફળ રહેલ રાજકીય પક્ષોને મોટી કિંમત ચૂકવવી પડે છે, સમય પાલન અને સમય પ્રતિબદ્ધતા માં સમયસર ચૂંટણી રાજકીય પક્ષો કાર્યકરોમાં નવો સંચાર અને જોમ નું સંતુલન કરી શકે છે, જ્યારે ઝડપી ટેકનોલોજીનો યુગ છે ત્યારે રાજકીય પક્ષોએ પણ સમયની સાથે તાલ મિલાવીને સંસ્થાકીય ચૂંટણીઓમાં સમયપાલન ની આચાર સહિતા પાળવી જરૂરી બની ગઈ છે,

ભારતના લોકતંત્રને 75 આ સફરમાં પૂરો અનુભવ મળ્યો છે ત્યારે પ્રજા પણ પરિપકવ બનીને દેશના લોકતંત્ર અંગે સજાગ બની છે રાજકીય ક્ષેત્રમાં રહેલા રાજકીય પક્ષોની નિયમિતતા પ્રતિબદ્ધતા અને કાર્યક્ષમતા ના માર્ક  સતત પાંચ વર્ષ સુધી લોકો દ્વારા આંકવામાં આવે છે રાજકીય પક્ષોની આંતરિક વ્યવસ્થા અને સમય બદ્ધ રીતે કરવામાં આવતી ચૂંટણીઓથી માત્ર અને કાર્યકરોના આંતરિક જોમ જુસ્સા  નહિ પણ મતદારો ના મનમાં પણ રાજકીય પક્ષોની નિયમિતતા એક આગવી છાપ ઉભી થાય છે, ત્યારે દરેક રાજકીય પક્ષો માટે કાર્ય કરવાનો જુસ્સો અને નવા જોમ ના સંચાર માટે નિયમિત ચૂંટણીઓ અનિવાર્ય અને સફળતાની સંજીવની જેવી બની રહે છે સંસ્થાકીય ચૂંટણીઓ નું મહત્વ જે રાજકિય પક્ષ સમજશે એટલા જ સારા પરિણામ ભોગવવા ના હકદાર બનશે …