Abtak Media Google News

૧૫મીથી સવારે લાઈવ પર્યુષણ પ્રવચન ધારા

રાજકોટ કોલકતા ખાતે ધીરગૂરૂની નિશ્રામાં ઉત્તરાધ્યયન સૂત્ર અર્પણ વિધિ કરવામાં આવી હતી. કમાણી જૈન ભવન કોલકાતાના આંગણે પૂ. ગૂરૂદેવ ધીરજમૂનિ. મ.સા.ની નિશ્રામાં તા.૯ને રવિવારે રત્નાકર પચ્ચીસી અંતરયાત્રા પ્રવચન દરમિયાન પી.એમ. ફાઉન્ડેશન પ્રકાશિત ઉત્તરાધ્યયન સૂત્રના ૩ ભાગની અર્પણ વિધિમાં ડીમ્પલ મેઘાણી, હીના સંઘવી, હેમા અવલાણી, જિજ્ઞા વસાણી, મીતા શેઠ, હિરલ દોશી, સ્વાતિ ખારા, રીટા શેઠ, સ્તુતિ અવલાણી, સોનલ દોશી વગેરેએ એક વાકયમાં મહત્તા સમજાવી હતી. જ્ઞાન પ્રવાદીના મુખ્ય લાભાર્થી નવનીતભાઈ સંઘવી, મનીષ દોશી, પુષ્પકમોદી, અશોક વસાણી, કેતન દોશી, જયેશ મહેતા, મહેન્દ્ર દોશી, અનિલ બાવાસી, હર્ષદ મહેતા, અશોત તુરખીયા, પંકજ દેસાઈ, અતુલ દોશી, સતીશ જેઠા, વિપુલ ગોપાણી, મયૂર દોશી, પિયુષ ઉદાણી, નિકુંજ શેઠ, સંજય શાહ, કિરીટ મહેતા, વગેરે તરફથી આકર્ષક થેલીમાં વિતરણ કરવામાં આવશે.

Img 3258

લાઈવ પર્યુષણ પ્રવચનધારા તા.૧૫.૮ થી સવારે ૯ થી ૧૧ કલાલકે અને સાંજે પ્રતિક્રમણ યોજાશે. જીવદયા કળશનો લાભ માતુશ્રી મંજુલાબેન લલિતરાય દોશી પરિવારે લીધો છે. કાર્યક્રમને સફળ બનાવવા સંઘ પ્રમુખ રાજેન કામદાર, મંત્રી સુરેશ દોમડીયા, કીર્તિ શેઠ વગેરે ચાતુર્માસ કમિટીના ચેરમેન ચંદ્રવદન દેસાઈ ક્ધવીનર પ્રફૂલ મોદી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.