Abtak Media Google News

Table of Contents

સોમનાથ બાયપાસ પરની સોસાયટીમાં પાણીમાં ફસાયલા 30ને પોલીસે રેસ્કયુ કરી બહાર કાઢયા: નેશનલહાઇવે પર વૃક્ષો ધરાશાયી થતા પોલીસ ટ્રાફિક ક્લિયર કરાવ્યો: મોરડીયા નદીના પુલ પર ભારે વરસાદ વચ્ચે પોલીસ સ્ટાફ સતત સ્ટેન્ડ ટુ રહી ફરજ બજાવી

સોનારીયા પુલ સુધી પાણી આવી જતા આજોઠ ગામે થયેલા ટ્રાફિક જામને સોમનાથ મરીન પોલીસે ક્લિયર કરાવ્યો

સોમનાથ બાયપાસ પર નીચાણવાળા વિસ્તારમાં પાણીમાં ફસાયેલી 30 વ્યક્તિઓને પ્રભાસ પાટણ પોલીસે રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડયા

Screenshot 11 5

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં 25 ઇંચ, વેરાવળમાં 23 અને માંગરોળમાં 17 ઇંચ વરસાદ એક સાથે વરસી જતા સમગ્ર વિસ્તાર પાણી પાણી થઇ ગયો છે  ભારે વરસાદના કારણે સર્જાયેલી તારાજી નીચાણવાળા વિસ્તારના મકાનમાં પાણી ઘુસી ગયા છે નેશનલ હાઇવ પર મોટા વૃક્ષો ધારાશાયી થતા વાહન-વ્યવહારની અવર જવર અટકી ગઇ હતી. કેટલાક સ્થળે પાણીમાં ફાસયેલાઓને રેસ્કુય કરી પોલીસ દ્વારા સમયસર મદદ કરવામાં આવી હતી.

છેલ્લા બે દિવસ દરમિયાન વરસી રહેલા ભારે વરસાદમાં લોકોના જાન-માલને નુકસાન ઓછુ થાય અને અસરગ્રસ્તોને સમયસર મદદ મળી રહે તે માટે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના સિધ્ધા માર્ગ દર્શન હેઠળ સુત્રાપાડા, વેરાવળ, અમરાપુર, લોઢવા, મરડીયા, પ્રભાસ પાટણ સહિતના ગામોમાં પોલીસની ટીમ દ્વારા બચાવ કામગીરી કરી છે. ભારે વરસાદ વચ્ચે પોલીસ સ્ટાફ સતત દોડતો રહ્યો હતો અને અસરગ્રસ્ત લોકોની વહારે આવી સરાહનીય કામગીરી કરી છે.

અમરાપુર-લોઢવા રોડ પર વૃક્ષો ધરાશાયી થતા સુત્રાપાડા પોલીસે ક્રેઇનની મદદથી વૃક્ષો દુર કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો

Screenshot 12 4

સુત્રાપાડાના મોરડીયા ગામે નદી પુલ પર રીપેરીંગનું કામ ચાલુ હોવાથી સુત્રાપાડા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરાવ્યું હતુ. સુત્રાપાડામાં બે દિવસમાં 25 ઇંચ વરસાદના કારણે અમરાપુરથી લોઢવા તરફ જતા માર્ગ પર વૃક્ષો ધરાયાશી થતા નેશનલ હાઇવે બંધ થઇ જતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. વરસતા વરસાદ વચ્ચે પોલીસે ક્રેઇનની મદદથી વૃક્ષોને હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. સોમનાથ બાયપાસ પરની નીચાણવાળા વિસ્તારની સોસાયટીમાં કમ્મર સુધીના પાણી ભરાયા હતા. પાણીમાં ફરાયેલા 30 વ્યક્તિઓને પ્રભાસ પાટણ પોલીસે દોરડાથી રેસ્કયુ કરી સલામત સલામત સ્થળે લઇ ગયા હતા.

મોરડીયાની નદીના પુલનું રિપેરીંગ દરમિયાન વરસતા વરસાદમાં સુત્રાપાડા પોલીસે ટ્રાફિક નિયમન કરાવ્યું

Screenshot 10 8

સોનારીયા પુલ સુધી પાણી આવી જતા સોમનાથ મરીન પોલીસે આજોઠા ગામથી સોનારીયા પુલ સુધી થયેલા ટ્રાફિક જામની સ્થિતીમાં સ્ટેન્ડ ટુ રહી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન થયેલા અતિ ભારે વરસાદમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા પોલીસ સ્ટાફને સતત માર્ગ દર્શન પુરુ પાડી અસરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ ટીમ મોકલી જરુરી મદદ પુરી પાડી હતી. ગઇકાલે ગીર સોમનાથ જિલ્લાભરની પોલીસ સતત દોડતી રહી હતી. પોલીસની સમયસરની સરાહનીય કામગીરીની સમગ્ર જિલ્લામાં પ્રસંશા થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.