Abtak Media Google News

કણસાગરા પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા સહિતના આગેવાનો

રાજકોટના અગ્રણી ઉઘોગપતિ અને ફિલ્ડ માર્શલ થકી સૌરાષ્ટ્રનું નામ વિશ્ર્વભરમાં ગુજતુ કરનાર પોપટભાઇ કણસાગરાની વિદાયથી ધેર શોક છવાયો છે. દિવંગીત ને સામાજીક રાજકીય આગેવાનો ઉઘોગ પતિઓ દ્વારા સાત્વ શ્રઘ્ધા સુમન સાથે કણસાગરા પરિવારને સાત્વના અપાય રહી છે.

પોપટભાઇ નરશીભાઇ કણસાગરાનો દેહવિલન થતા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આજે કણસાગરા પરિવારના ચંદ્રકાન્તભા પોપટભાઇ કણસાગરા સાથે ટેલીફોનીક વાતચીત કરી દુ:ખની આ ઘડીએ સમગ્ર પરિવારનું સાંત્વના પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, પાટીદાર સમાજના વિકાસમાં મુરબ્બી પોપટભાઇની દુરંદેશી સાથેના કતૃત્વનો સિંહફાળો રચ્યો છે. મુખ્યમંત્રી તરફથી પરિવારને એક લીખીત શોક સંદેશ પણ પાઠવવામાં આવ્યો હતો. કણસાગરા પરિવાર તરફથી પ્રમુખ સ્વામી ઓડિટોરિયસમ ખાતે યોજાયેલા બેસણામાં પાટીદાર સમાજના અનેક અગ્રણીઓ તથા સમાજની અનેક સંસ્થાના પ્રતિનિધિઓ ઉ5સ્થિત રહી પરિવારની દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.

કર્ણાટકના માજી રાજયપાલ વજુભાઇ વાળા, ધારાશાસ્ત્રી ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, દર્શીકાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન ના પ્રમુખ ડી.એમ. ગોળ, ઉમિયા ધામ સીદસરના પ્રમુખ જેરામભાઇ વાસઝાણીયા, ઉમિયા ધામ ગાઠીલાના પ્રમુખ વાલજીભાઇ ફળદુ, રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, પૂર્વ પ્રમુખ ગૌતમભાઇ ધમસાણીયા, ગ્રેટર ચેમ્બરના પૂર્વ પ્રમુખ ધનસુખભાઇ વોરા, ઉપેનભાઇ મોદી, ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, હરીભાઇ પટેલ, બાવનજીભાઇ મેતલીયા, મોહનભાઇ વાછાણી (જામજોધપુર) શીવલાલ વેકરીયા, જીવનભાઇ પટેલ, રાજેશભાઇ ભાલોડીયા, જયંતિભાઇ ફળદુ, રામજીભાઇ માવાણી, રમાબેન માવાણી, માધુભાઇ બાબરીયા, બેચરભાઇ (મોરબી), વલ્લભજીભાઇ અમૃતિયા, ત્રંબકભાઇ ફેફર, રમેશભાઇ પટેલ (પટેલ બ્રાસ) શંભુભાઇ પરસાણા (પરસાણા ફાઉન્ડ્રી)સહીતના ઉ5સ્થિત રહ્યા હતા.

Img 20220806 Wa0248

ફિલ્ડ માર્શલ પોપટભાઇ પરિવારના ચંદ્રકાન્તભાઇ પટેલ, નીતીનભાઇ પટેલ, દિપકભાઇ પટેલ, રમેશભાઇ પટેલ, પ્રદિપભાઇ કોટરડીયા, સહીતનો પરિવારની સાથે રાજકોટ જીલ્લા ભાજપ ના મહામંત્રી મનીષભાઇ ચાંગેલા સહીત શાન્તવના પાઠવેલ હતી.

અગ્રણી ઉદ્યોગપતિ ફિલ્ડમાર્શલ ગ્રુપના મોભી

સ્વ. પોપટભાઈ પટેલને ચેમ્બરના ભાવુક શ્રધ્ધાસુમન

રાજકોટને ઓઈલ એન્જીન ઉત્પાદન માટે વિશ્ર્વમાં નામ રોશન કરનાર અને ફિલ્ડ માર્શલ ગ્રુપના સફળ સંચાલક પોપટભાઈ પટેલને ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા.જાણીતા   ઉદ્યોગપતિ, ફિલ્ડમાર્શલ ગ્રુપ સંચાલક, અને ઓઇલ એન્જીનમાં રાજકોટ નું નામ વિશ્વભર માં રોશન કરનાર   પોપટભાઇ  પટેલ ના દુ:ખદ અવસાનથી – વેપાર – ઉદ્યોગ – સમાજ ને મોટી ખોટ પડી છે. –  ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ, ધનસુખભાઇ વોરા, રાજીવભાઈ દોશી.

Img 20220806 Wa0252

પોપટભાઇ પટેલ રાજકોટની ઇન્ડસ્ટ્રિઝના પાયામાં વટવૃક્ષ સમાન રહેલ જેમ વડના મુળ ઉંડા અને મજબુત હોઇ તેવી જ રીતે   પોપટભાઇ પટેલ પણ રાજકોટની ઇન્ડ્સ્ટ્રિઝ નો મજબુત પાયો નાખેલ. તેઓ પોતાના ઉત્પાદન હંમેશા ક્વોલિટિ ઉત્પાદન કરવાની નેમ રાખતા અને તેથી જ તેઓની પ્રોડકટ વિશ્વ વ્યાપી ખ્યાતિ પ્રાપ્ત બની રહેલ છે. તેઓ તેની પ્રોડકટની બ્રાંડ, ફિલ્ડ માર્શલ એટલે કે મિલિટ્રિના મુખિયા સમાન પોતે પણ તેવા કડક સિધ્ધાંતના માનનારા હતા અને તેઓ ડિસિપ્લિનના આગ્રહી હતા. તેઓ પોતાના જીવનમા સર્વે કામ સમયસર કરવામા માનતા હોઇ સમય પાલનના આગ્રહી હતા. તેઓ પોતે સૌને સાથે લઇને વિકાસ કરવામા માનતા હતા.  પોતાના વેપારમા દિર્ધ દ્રષ્ટિ રાખીને ખુબ જ વિકાસ કરી ખુબ જ ધન પ્રાપ્ત કરેલ તે ધનનો પોતે સમાજના ઉત્થાન માટે વપરાશ કરી સમાજનો વિકાસ કરવામા અગ્રેસર રહેલ પોતાની જ્ઞાતિ ની અનેક સંસ્થાઓમા નાણાકિય ફાળો આપી સમાજ વિકાસના કાર્યમા મદદરૂપ થયેલ છે. માત્ર જ્ઞાતિ પુરતી સહાય મર્યાદિત નહિં રાખતા સમગ્ર સમાજમા સારૂ કામ કરતી સંસ્થાઓને નાણાકિય મદદ કરી પ્રોત્સાહિત કરવામ અગ્રસર રહેલ,  આજ  પોપટભાઇ પટેલના અવસાનથી વેપારી સમાજને ખુબ મોટી ખોટ પડેલ છે. તેઓમા વેપાર ઉદ્યોગ સમક્ષ આવેલા પ્રશ્નોના ઉકેલ લાવવાની ખુબ જ ઊંડી સમજ રહેલ તેથી તેઓ માનતા કે વેપાર કરવામા વેપારીઓને વારંવાર અનેક પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થતા રહેતા હોય છે આવા પ્રશ્નોના ઉકેલ લાવવા સામુહિક પ્રયત્ન કરવા ગ્રેટર રાજકોટ ચેમ્બાર ઓફ કોમર્સ એન્ડે ઇન્ડસ્ટ્રીઝ જેવી સંસ્થાઓની અગત્યતા રહેલ છે તેમ તેઓ માનતા.  પોપટભાઇના અવસાનથી માત્ર પાટીદાર સમાજ ને કે કણસાગરા પરિવારને ઊંડી  ખોટ પડેલ નથી પરંતુ સમગ્ર વેપારી સમાજને ન ભુલી શકાય તેવી ઊંડી ખોટ પડેલ છે. ધનસુખભાઇ વોરા, કાંતીભાઇ જાવીયા, રાજીવભાઇ દોશી, ઉપેનભાઈ મોદી, ઇશ્વરભાઇ બ્રાંભોલીયા, કિરીટભાઇ આદ્રોજા, રમેશભાઇ પટેલ, અજીતસિંહ જાડેજા, સુનીલભાઇ ચોલેરા, અશોકભાઇ સુરેલીયા, જગદીશભાઇ સોની   ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ  સી.એ. રાજીવભાઇ દોશી તથા માનદમંત્રી ઉપેનભાઇ મોદી દ્વારા   શ્રધ્ધા સુમન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.