Abtak Media Google News

શ્રી કર્મયોગી ક્રેડીટ સોસાયટીના દંપતિ સહિત ત્રણેય ગરીબ પરિવારોની થાપણ ઓળવી ગયા તા

પોરબંદરનાં ગરીબ પરિવારની મરણમૂડી રૂ.૧.૫૦ કરોડની થાપણો ઓળવી જવાના ગુનામાં જેલ હવાલે રહેલા શ્રી કર્મયોગી ક્રેડીટ એન્ડ ક્ધઝયુમર્સ કો.ઓ. સોસાયટીના સંચાલકની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી અદાલતે ફગાવી નામંજૂર કરતો હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, શ્રી કર્મયોગી ક્રેડીટ એન્ડ ક્ધઝયુમર્સ કો.ઓ. સોસાયટી લી. નામથી અરવિંદ રામજીભાઈ મોતીવરસ સંદિપ પ્રેમજીભાઈ ગોહેલ અને મીનાબેન સંદિપભાઈ ગોહેલનાઓએ પોરબંદરમાં વર્ષ ૨૦૦૬માં ઉંચ્ચા વ્યાજની લાલચે બાધી મુદતી થાપણો મેળવેલી હતી તેમજ ગરીબ લોકો પાસેથી રોજીદી થાપણ તરીકે દરરોજ નજીવી રકમ મેળવેલી હતી થોડા વર્ષો સુધી આ સોસાયટીના ત્રણેય સંચાલકોએ થાપણદારોને નિયમિત વ્યાજ ચુકવેલું હતુ.

વિશ્વાસ જગાવી ૧૨૭ થાપણદારો પાસેથી રૂ.૧.૫૧ કરોડ થાપણ તરીકે મેળવી વર્ષ ૨૦૧૮માં આ ત્રણેય આરોપીઓ રાતોરાત ઓફીસ બંધ કરી ભાગી ગયેલા હતા. આ ત્રણેય આરોપીઓમાંથી સોસાયટીના સંચાલક સંદીપ ગોહેલ પોરબંદર પોલીસના હાથ લાગી જતા તેઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી હતી.

આરોપીએ જામીન અરજી કરી હતી સુનવણી વખતે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે હાજર રહેલ જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજૂઆત કરતા જણાવેલ હતુ. કે આરોપીએ ગરીબો પાસેથી થાપણ લીધેલી હોવાનું ઈન્કાર કરતા નથી તેમજ આ થાપણો નિશ્ચિત વ્યાજ સાથે પરત ચૂકવેલ નહી હોવાનું પણ ઈન્કાર કરતા નથી.

ત્યારે જી.પી.આઈ.ડી. એકટ હેઠળનો ગુન્હો આ તબકકે જ સાબીત થતો હોવાનું જણાઈ છે. જે રજૂઆતોને ધ્યાનમાં લઈ સેશન્સ જજ ગીતા ગોપી મેડમએ આરોપી સંદીપ પ્રેમજી ગોહેલની જામીન અરજી રદ કરી છે.આ કેસમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.