Abtak Media Google News

૨૨૪ પૈકીની ૧૫૦ બેઠકો જીતવાના ઈરાદે ભારતીય જનતા પક્ષે ૭૦ ઉમેદવારો જાહેર કર્યા

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભારતીય જનતા પક્ષે ગઈકાલે ચૂંટણી માટે ઉમેદવારોની પ્રમ યાદી જાહેર કરી છે. જેમાં ૭૨ મુરતીયા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

Advertisement

દિલ્હીમાં પાર્ટી હેડ કવાર્ટર ખાતે ભાજપની સેન્ટ્રલ ઈલેકશન કમીટીની બેઠક બાદ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ બેઠક ભાજપ પ્રમુખ અમિત શાહની આગેવાની હેઠળ ઈ હતી. જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી રાજનાસિંઘ તા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સહિતનાએ હાજરી આપી હતી.

ભારતીય જનતા પક્ષે કર્ણાટક ચૂંટણી માટે ઘણા સમયી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ગઈકાલે પ્રારંભીક યાદીમાં ૭૨ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કર્ણાટકમાં ભાજપ છેલ્લા પાંચ વર્ષી સત્તાી દૂર છે. યદુરપ્પાની આગેવાની હેઠળ કર્ણાટકની ૨૨૪ બેઠકોમાંથી ૧૫૦ બેઠકો ઉપર જીત હાસલ કરવાની તૈયારી ભારતીય જનતા પક્ષ દ્વારા કરવામાં આવી છે.

આગામી તા.૧૨ મેના રોજ કર્ણાટકમાં ચૂંટણી શે અને તા.૧૫મીએ પરિણામોની જાહેરાત કરવામાં આવશે. યદુરપ્પા શિકારીપુર બેઠક પરી ઉમેદવારી નોંધાવશે. વર્ષ ૨૦૧૧માં વિવિધ આક્ષેપો બદલ યદુરપ્પાને રાજીનામુ આપવાની ફરજ પાડવામાં આવી હતી. ત્યારબાદ નારાજ યદુરપ્પાએ કર્ણાટક જનતા પાર્ટીની રચના કરી હતી. અલબત તેમના આ નિર્ણયી ભાજપને કશો ફર્ક પડયો નહોતો. જેી વર્ષ ૨૦૧૪માં લોકસભામાં ભારતીય જનતા પક્ષે સ્પષ્ટ બહુમતિ મેળવતા તેઓ ફરીી ભાજપમાં જોડાયા હતા અને મોદી સરકારમાં સન આપવામાં આવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.