પ્રતીક ગાંધી બોલિવૂડમાં મચાવશે ધૂમ…તાપસી પન્નુ સાથે આ ફિલ્મમાં જોવા મળશે

અબતક-રાજકોટ

સ્કેમ 1992 થી વિશ્વભરમાં લોકચાહના મેળવ્યા બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગૌરવ એવા પ્રતીક ગાંધીએ તો માનો બોલિવૂડમાં પગ જમાવો કર્યો છે. થિયેટર અને નાટકમાં વર્ષોથી અભિનય કાર્ય બાદ ગુજરાતી ફિલ્મ્સમાં કામ કાર્ય બાદ હવે વિશ્વભરમાં પ્રતીક ગાંધીના ચાહકો છે. ગુજરાતી સિનેજગત માટે જ નહિ પરંતુ દરેક ગુજરાતી દર્શકમિત્રોમાં પણ ખુશીનો માહોલ પ્રસરી રહ્યો છે.

“વો લડકી હે કહાં” નામની ફિલ્મમાં પ્રતીક ગાંધી અને તાપસી પન્નુ મુખ્ય કલાકાર તરીકેની કારકિર્દી નિભાવશે

કોવીડ બાદ હવે બોલિવૂડ પણ અવનવીન ફિલ્મ્સ સાથે લોકોને એન્ટરટેઇન કરવા માનો તૈયાર છે ત્યારે પ્રતીક ગાંધી અને બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ ’વો લડકી હે કહા” જે જંગલી પિક્ચર્સ અને રોય કપૂર ફિલ્મ્સની છે અને કોમેડી ડ્રામા, એનેટરટેન્મેન્ટથી ભરપૂર રેહવાની છે.

પ્રતીક ગાંધીએ ઇન્સ્ટાગ્રામમાં ‘ફર્સ્ટ લુક’ શેર કરતાની સાથે જ લોકોમાં ઉત્સાહ!

પ્રતીક ગાંધીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનો ’ફસ્ર્ટ લુક’ રીવીલ કર્યો અને માનો દર્શકોમાં તો ખુશીનો માહોલ પ્રસરી રહ્યો છે. જોકે ફિલ્મ સિનેમાઘરોમાં ક્યારે રિલીઝ થશે એની જાણ પણ આવતા સમયમાં થાય એવી લોકોની આશા રહી છે.