Abtak Media Google News

કેન્દ્રની મોદી સરકારે ઘર ઘર સુધી વિજળી પહોંચાડવા મેગા પ્લાન તૈયાર કર્યો છે. સરકારનું લક્ષ્ય છે કે દરેક ઘરે 24 કલાક વિજળી હોવી જોઈએ. આ જ શૃંખલાને આગળ વધારતા ઉદય સ્કીમ પાર્ટ-2 લોન્ચ કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર ઉર્જા મંત્રી આરકે સિંહે જણાવ્યુ કે NTPC-Powergrid ખોટમાં જઈ રહેલી ડિસ્કોમને ટેક ઓવર કરી શકે છે. મંત્રીએ જણાવ્યુ કે લાપરવાહ વિજળી વિતરણ કંપનીઓ વિરૂદ્ધ સરકાર કરડ પગલા ભરવાનું વિચારી રહી છે.

Advertisement

પર્યાપ્ત માત્રામાં વિજળી સપ્લાઈ ન કરવાના કારણે વિજળી વિતરણ કંપનીઓનું લાઈસન્સ સુધા રદ્દ કરવામાં આવશે. એટલું જ નહી જો નક્કી કરેલા સમય પર ટ્રાન્સફોર્મર નહી લાગે તો લોકોને વિજળીનું કનેક્શન નહી મળે આવી સ્થિતિમાં ડિસ્કોમને પેનલ્ટી ચુકવવાની રહેશે.

આરકે સિંહે વિજળી બિલમાં ફેરફારને લઈને મોટા સંકેત આપ્યા છે. હવે વિજળી ઉપયોગ કરવાને લઈને ત્રણ પ્રકારના પાવર ટેરિફ હોઈ શકે છે. ગ્રાહકોને સવારે, બપોરે અને સાંજે અલગ અલગ ટેરિફ એટલેકે સ્લેબ અનુસાર વિજળીનું બિલ ચુકવવાનું રહેશે, નવી ટેરિફ પોલિસીમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ સિવાય તેમણે કહ્યુ કે હવે રાજ્યોને પાવર સેક્ટર માટે કેન્દ્રથી આર્થિક મદદ ત્યારે જ મળશે જ્યારે તે ઉદય સ્કીમ પાર્ટ-2નો ટાર્ગેટ પુરો કરી શકશે, રાજ્ય જેટલો ટાર્ગેટ પુરો કરશે એટલાજ પૈસા મળશે.

વાસ્તવમાં મોદી સરકારનો બીજા કાર્યકાળમાં વિજળી અને પાણી પર ખાસ ફોકસ રાખવામાં આવ્યુ છે. સરકારે સૌ પ્રથમ વિજળી ચોરી પર લગામ કસવાનો રોડમેપ તૈયાર કર્યો છે. સમાચાર અનુસાર સરકાર વિજળી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓની હાલત સુધારવા માટે વિજળી રોકવાને લઈને એક્શન મોડ પર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.