Abtak Media Google News
  • આ કાયદો લાગુ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું : મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી

યુનિફોર્મ સિવિલ કોડ કાયદો લાગુ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું છે. બુધવારે રાષ્ટ્રપતિએ સિવિલ કોડ બિલને મંજૂરી આપી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ માહિતી આપી છે.

સીએમ ધામીએ એક્સ પર લખ્યું છે કે રાજ્યના તમામ લોકો માટે આ ખૂબ જ આનંદ અને ગર્વની ક્ષણ છે કે અમારી સરકાર દ્વારા ઉત્તરાખંડ વિધાનસભામાં પસાર કરાયેલ સમાન નાગરિક સંહિતા બિલને  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

સીએમ ધામીએ વધુમાં લખ્યું છે કે નિશ્ચિતપણે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાના અમલીકરણ સાથે તમામ નાગરિકોને સમાન અધિકાર આપવા સાથે મહિલાઓ પર થતા અત્યાચારને પણ અંકુશમાં લેવાશે. રાજ્યમાં સામાજિક સમાનતાના મહત્વને સાબિત કરીને સંવાદિતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આદરણીય વડાપ્રધાનના વિઝન મુજબ, અમારી સરકાર નાગરિકોના હિતોનું રક્ષણ કરવા અને ઉત્તરાખંડના મૂળ સ્વરૂપને જાળવી રાખવા માટે સંકલ્પબદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે 6 ફેબ્રુઆરી 2024ના રોજ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા, ઉત્તરાખંડ-2024 બિલ રજૂ કર્યું હતું. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ગૃહમાં રજૂ કરેલા બિલમાં 392 વિભાગો હતા, જેમાંથી એકલા ઉત્તરાધિકાર સંબંધિત વિભાગોની સંખ્યા 328 હતી. આ બિલમાં મહિલાઓના અધિકારોની સુરક્ષા પર મુખ્ય ધ્યાન આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.