Abtak Media Google News
  • છેલ્લા એક મહિનામાં ૪૪ ટકાનો ઉછાળો : હજુ ભાવ વધીને ૭૬ હજાર ડોલર સુધી પહોંચે તેવી શકયતા

બિટકોઈનના ભાવમાં આગ ઝરતી તેજી યથાવત જોવા મળી રહી છે.  ગઈકાલે ટ્રેડિંગ દરમિયાન, તેની કિંમત પ્રથમ વખત ૭૩,૦૦૦ ડોલર એટલે કે રૂ. ૬૦,૫૦,૬૫૯ સુધી પહોંચી હતી. છેલ્લા ૨૪ કલાકમાં ટ્રેડિંગ દરમિયાન બિટકોઈનની કિંમત ૭૩,૬૬૧ ડોલર પર પહોંચી ગઈ છે.

અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષા કરતા થોડા વધુ રહ્યા છે પરંતુ રોકાણકારોનું કહેવું છે કે આનાથી વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતામાં કોઈ ફરક પડશે નહીં. એવું માનવામાં આવે છે કે યુએસ ફેડરલ બેંક આ વર્ષના મધ્યમાં વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. જેના કારણે બિટકોઈનની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.

બુધવારે ટ્રેડિંગ દરમિયાન, તેની કિંમત પ્રથમ વખત  ૭૩,૦૦૦ ડોલરની સપાટી કુદાવી ગઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ટ્રેડિંગ દરમિયાન બિટકોઈનની કિંમત વધીને ૭૩,૬૬૧ ડોલર પર પહોંચી ગઈ છે.અમેરિકામાં લેટેસ્ટ ડેટા અનુસાર ફેબ્રુઆરીમાં ગ્રાહક ભાવમાં ૦.૩૬ ટકાનો વધારો થયો છે. તે ૦.૩ ટકાની ઝડપે વધવાની ધારણા હતી. ઇંધણ અને આશ્રયના ભાવમાં વધારાને કારણે વાર્ષિક ધોરણે કોર ફુગાવો નજીવો ઘટીને ૩.૮ ટકા થયો હતો.

ફેબ્રુઆરીમાં સીપીઆઈ ડેટા અપેક્ષા કરતાં વધુ હતો. આ હોવા છતાં, બિટકોઈનની કિંમત ૭૨,૦૦૦ ડોલરથી ઉપર રહી છે. છેલ્લા એક મહિનામાં તેની કિંમતમાં ૪૪ ટકાનો વધારો થયો છે અને તે ૭૬,૦૦૦ ડોલર સુધી જઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.