Abtak Media Google News

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આજે સાંજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યક્રમમાં સામેલ થવાના છે. તે માટે પ્રણવ મુખરજી બુધવારે સાંજે જ નાગપુર પહોંચી ગયા હતા. પ્રણવ મુખરજી આ કાર્યક્રમમાં સામેલ થવાના હોવાથી હવે રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. બીજી તરફ, અહમદ પટેલે બુધવાર રાત્રે કહ્યું કે, મને તેમની પાસેથી આવી અપેક્ષા નહોતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખર્જી સમારોહમાં લગભગ 20 મિનિટ સુધી ભાષણ આપી શકે છે.

Advertisement

નાગપુરના રેશિમબાગ મેદાનામાં થનારા આરએસએસના તૃતીય વર્ષ શિક્ષા વર્ગ સમાપન સમારોહ ખાસ છે. તેમાં પ્રણવ મુખરજી મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના છે. આ ઉપરાંત તેઓ આરએસએસના પાસિંગ આઉટ કાર્યક્રમમાં પણ સામેલ થશે અને તેમના વિચારો રજૂ કરશે. આજે સાંજે રાજકીય ક્ષેત્રે પણ બધાની નજર નાગપુર પર ટકેલી હશે. સંઘે તેમના તરફથી બધી તૈયારીઓ કરી રાખી છે.પ્રણવ મુખરજી સાંજે 5.30 વાગ્યે નાગપુરના રેશિમબાગ સંઘ મુખ્યાલય પહોંચશે. અહીં આરએસએસના પ્રમુખ મોહન ભાગવત તેમનું સ્વાગત કરશે.

ત્યારપછી સંઘના પ્રમુખ પદાધિકારીઓ સાથે પ્રણવ મુખરજીનો પરિચય કરવાશે. સાંજે 6.15 વાગ્યે તેઓ કાર્યક્રમ સ્થળ પર પહોંચશે.સાંજે અંદાજે 6.30 વાગ્યે પ્રણવ મુખરજી ભાષણ આપશે. આ ભાષણ અંદાજે 20 મિનિટ ચાલે તેવી શક્યતા છે. અંતે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સ્વયંસેવકોને સંબોધિત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.