Abtak Media Google News

તબીબી સુવિધાઓને પ્રબળ કરી રાજકોટમાં નૈતિકતા, પારદર્શિતા તથા વિશ્ર્વસનીય સારવાર પૂરી પાડવાનો હેતું: પત્રકાર પરિષદમાં અપાય માહિતી

એચસીજી – હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝ લી. દ્વારા શહેરમાં ૧પ૦ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ શરુ કરી ગુજરાતમૉ પોતાની ઉ૫સ્થિતિનું વિસ્તરણ કરી રહી છે. ગુજરાત રાજયમાં અમદાવાદ અને ભાવનગર બાદની આ ત્રીજી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ છે. રાજકોટમાં એચસીજી હોસ્પિટલ અયોઘ્યા ચોક પાસે આવેલી છે.

Advertisement

દર્દીઓની સારવાર માટે આ હોસ્પિટલની સુવિધા અર્પણ કરતા હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝ લી.ના રીજનલ  ડાયરેકટર ડો. ભરત ગઢવી એ જણાવ્યું કે એચસીજીમાં હેલ્થકેરના ભવિષ્યને સતત ઉજજવળ બનાવવાના પ્રયાસમાં કાર્યરત છીએ. ભારતભરમાં સ્વાસ્થ્યને લગતી સુવિૅધાઓ આસાનીથી દરેકને મળી રહે, તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને અમારી આ યાત્રામાં ગુજરાત મહત્વપૂર્ણ રાજય બનવા પામ્યું છે. રાજયમાં ત્રીજી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ કરીને અમે સૌરાષ્ટ્રના તથા કચ્છના લોકોની તબીબી જરુરીયાતોને પુરી કરવા પ્રતિબઘ્ધ છીએ. દર્દીને લાંબુ અને સ્વસ્થ જીવન મળે તે અમારો ઉદ્દેશ છે. એક પ્રબળ અને વિસ્તરેલ હોસ્પિટલ નેટવર્કનાં કારણે લાખો લોકોને યોગ્ય અને અગ્નિમ તબીબી સારવાર એચસીજી દ્વારા મળી રહેશે.

એચસીજી હોસ્પિટલ, રાજકોટનાં પાર્ટનર ડો. સુધીર ભીમાણીએ જણાવ્યું હતું કે શ્રેષ્ઠતમ સુવિધા અને ઉચ્ચતર ટેકનોલોજી દ્વારા અમે સૌરાષ્ટ્ર તથા કચ્છના લોકોને યોગ્ય અને સુરક્ષિત તબીબી સારવાર આપવા માટે કટિબઘ્ધ છીએ. રાજકોટ એક વિકસિત શહેર તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે અહીંના લોકોને પાયાની તબીબી સુવિધા માટે દુરના મોટા શહેરોમાં ન જવું અને અહીં જ ઉત્તમ સુવિધા મળે સાથોસાથ એક એવી તબીબી પઘ્ધતિની જરુર હતી.

એચસીજી હમેશા ડોકટર પાર્ટનર મોડેલ પર કામ કરતી સંસ્થા છે જેમાં શહેરના નામાંકિત ડોકટર્સ પાર્ટનર હોય છે જેથી દર્દીને પાયાની આરોગ્ય સારવાર કોર્પોરેટ હોસ્પિટલો કરતા ખુબ જ ઓછા ભાવે આપી શકાય છે. આ પ્રકારની હોસ્પિટલમાં સારવારની પારદર્શીતાનું સ્તર ખુબ જ ઉંચુ હોય છે.ખાસ ગુણવતાયુકત હ્રદયની સારવારને પુરી કરવા એચસીજી હોસ્પિટલ દ્વારા એક ખાસ પ્રકારની કેથલેબ લાવવામાં આવી રહી છે. જે ભારતમાં આ પ્રકારનું પ્રથમ મોડલ છે. જેમાં અનુભવી ડોકટરની ટીમ સેવા આપશે. આ હોસ્પિટલ વિવિધ તબીબી સારવારનું મુખ્ય કેન્દ્ર બનશે જેમાં હ્રદયની સારવાર ઇમરજન્સી અને ક્રિટીકલ કેર, મૂત્રમાર્ગના અને કિડનીની સારવાર મગજ અને કરોડરજજુની સારવાર પેટરોગ તથા હાડકા અને સંાધાના રોગોની સારવાર અને અન્ય બીજી સારવાર ઉપલબ્ધ હશે.દર્દીઓને યોગ્ય સુવિધા અને સારવાર માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના નિતિ નિયમો અને કાર્ય પઘ્ધતિનું પાલન કરવામાં આવશે. ટુંક સમયમાં જ શહેરમાં કેન્સર કેઅર સુવિધા પણ એચસીજી દ્વારા શરુ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.