Abtak Media Google News

પ્રેસ પ્રાદેશીક માહિતી અને એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનના સંયુક્ત ઉપક્રમે ‘ડિજિટલ યુગમાં પત્રકારત્વના મુલ્યો અને પડકારો’ વિષય પર પ્રેસ સેમિનાર યોજાયો

પ્રેસ પ્રાદેશિક માહિતી અને એ. ડી. શેઠ પત્રકારત્વ ભાવનના સંયુક્ત ઉપક્રમે નેશનલ પ્રેસ ડેના ભાગરૂપે સૌરાષ્ટ્ર  યુનિવર્સીટી ખાતે આજ રોજ પ્રેસ સેમિનારનુંઆયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પત્રકારત્વ જગતના વર્તમાન અનેભાવી પત્રકારોએ રસપૂર્વક ભાગ લીધો હતો.

૨૧મી સદીમાં ડિજિટલ મીડિયા એ સૌથી ઝડપી અને અસરકારક માધ્યમ બની રહ્યું છે ત્યારે પત્રકારત્વ જગતમાં તેની અસરો વિષે  જયેશઠકરારે ડિઝીટલ યુગમાં પત્રકારત્વના મૂલ્યો અને પડકારો વિષય ઉપર ચાવીરૂપ પ્રવચન આપતાજણાવ્યું હતું કે ડિજિટલ માધ્યમ સૌથી શક્તિશાળી માધ્યમ છે.

પરંતુ તેની વિશ્વસનીયતા સૌથીમોટો પડકાર છે. વોટ્સએપ, ફેસબુક,ટ્વિટર જેવા માધ્યમો માહિતી અને સમાચારનો મહાસાગર છે પરંતુ તેમાં સાચીઅને ખોટી બંને પ્રકારની માહિતી હોય છે અને તે બિલકુલ ભ્રમિત કરી દે છે ત્યારે સત્યક્યાંક ખોવાય જતું હોય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

2 14

સોશિયલ મીડિયા પર પળેપળ માહિતીનો વિસ્ફોટ થાય છે ત્યારેકઈ માહિતી ને સત્ય સમજવી તેનું રહસ્ય વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્ન રૂપે પુછાતા તેમણે જણાવ્યુંહતું કે હંમેશા માહિતી ક્યાં સોર્સ માંથી આવે છે તેના પર તેની સત્યતા સંકળાયેલી છે. જે તે ઓેન્ટિક સંસ દ્વારા રિલીઝ તથા ન્યુઝસત્યની નજીક હોય છે તેમ તેમણે ભારપૂર્વક ઉમર્યું હતું.

આજના યુવાનો કે જેમને પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીબનાવવી હોય તેમને સ્માર્ટ વર્ક, હાર્ડ વર્ક અને હોમ વર્ક અતિ મહત્વની ચાવી હોવાનું તેમણે ઉમેર્યું હતું અનેઅનિયંત્રિત ઉર્જા અકસ્માત સર્જે છે આી પત્રકારત્વમાં પણ નિયંત્રણ જરૂરી છે તેમ ભાર પૂર્વક ઉમેર્યું હતું.

સચિવ પ્રેસ અને સંયુકત માહિતી નિયામક ગાંધીનગર પુલક ત્રિવેદીએ પ્રેસ કાઉન્સિલની સોશ્યલ મીડિયા પરત્વે ભૂમિકા સ્પષ્ટ કરતા તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જે રીતે સમાચાર માધ્યમો માટે પ્રેસ કાઉન્સીલ દ્વારા ચોક્કસ ગાઈડ લાઈન તૈયાર કરેલી છે કે ના પરિણામ રૂપે સમાચાર માધ્યમો દ્વારા સચોટ અને સટીક વાત લોકો સુધી પહોંચે છે આજ પ્રકારે સોશિયલ મીડિયા માટે પણ ચોકકસ ગાઈડ લાઈન જરૂરી છે.    

ડિજિટલ યુગમાં વિશ્વના તમામ લોકો પત્રકાર છે, કારણકે સોશિયલ મીડિયા હાવગું માધ્યમ છે ત્યારે સમાચાર કે માહિતી સમાજને ગેરમાર્ગે ન દોરે તેમજ કોઈ પ્રકારે અરાજકતા ન ફેલાઈ તે માટેચોક્કસ નિયંત્રણ જરૂરી છે તેમજ લોકો પોતે સત્યને સમજે અને જવાબદારીપૂર્વક આ માધ્યમનોઉપયોગ કરે તેવી શિખ આપી હતી.

સેમિનારને સફળ બનાવવા માટે સહાયક માહિતી નિયામક જે.ડી.ત્રિવેદી, કચેરી અધિક્ષક જગદીશ સત્યદેવ, રાજકુમાર સાપરા, રશ્મીન યાજ્ઞીક, અરવીંદ વેકરીયા, ડી.પી.નાકરાણી, સરફરાઝ બાદી, રાજ લકકડ તેમજ ભવનના ડો. યશવંત હિરાણીએ જહેમત ઉઠાવી હતી. આ સેમિનારમાં રાજકોટના વિવિધ મીડિયાના નામાંકિત પત્રકારો તેમજ વિવિધ પત્રકારત્વ કોલેજના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ડિજિટલ યુગમાં પત્રકારત્વ અને પત્રકારની ભૂમિકા અંગે જ્ઞાન મેળવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.