Abtak Media Google News

શ્રી યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટના બે દિવ્યાંગોએ રાષ્ટ્રીય કક્ષાની પાવર લીફટીંગ સ્પર્ધામાં મેડલ મેળવ્યા છે.

શ્રી યુનિક વિકલાગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 14 વર્ષથી સતત દિવ્યાંગોમાં રહેલી રમત ગમતની પ્રતિભાને બહાર લાવીને તેમને ક્ષત્રીય, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ફલક ર પહોચાડવાની કામગીરી કરે છે તેમ જ પેરાલિમ્પિક કમીટી ઓફ રાજકોટ અને મોરબી જીલ્લા તરીકે ફરજ નિભાવે છે.

18મી સીનીયર અને 14મી જુનીયર નેશનલ પેરા પાવરલીફટીંગ ચેમ્પીયનશીપ  2021નું 19 થી ર1 માર્ચથી શ્રી ક્રાંતિવીર સ્ટેડીયમ, બેગ્લોર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પધામા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને સંસ્થાના બે દિવ્યાંગો સિલેકટ થઇને રમવા ગયા હતા. પાવરલીફટીંગ સ્પર્ધામાં ભાગ લેતા દિવ્યાગોને રોટરી કલબ ઓફ રાજકોટ મેટ્રો દ્વારા સ્પોન્શરશીપ આપવામાં આવી હતી. આ સ્પર્ધામાં દિવ્યાંગ મહિલાઓમાં ઇલાબેન દેવમુરારીનએ 78 કેજીની કેટેગરીમાં પ્રથમ વખત નેશનલ ખાતે પોતાની પ્રતિભા દર્શાવવાનો મોકો મળ્યો હતો. તેમણે પોતાની કેટેગરીમાં પ0 કિ.ગ્રા. વજન ઉપાડીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

સંસ્થાના પ્રમુખ શૈલેષભાઇ પંડયાની યાદીમાં વધુ જણાવવામાં આવ્યું હતું કે નેશનલ કક્ષાની રમત સ્પર્ધાઓમાં સંસ્થાના દિવ્યાંગોએ કુલ ર0 મેડલ મેળવી લીધા છે. હજુ પણ દિવ્યાંગો વધુ મેડલો મેળવીને રાજકોટને ગૌરવ અપાવશે તેવી આશા છે.  સાથોસાથ આ ઉમદા કાર્ય માટે કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણીઓ, કંપનીઓ અને દાતાઓને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેતા દિવ્યાંગોનોને સ્પોન્સરશીપ આપવા અપીલ કરી છે. માટે મો. નં. 92778 07778 પર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.