Abtak Media Google News

76 વર્ષ પહેલા સાત વિદ્યાર્થીઓથી શરૂ કરાયેલ રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનની સંસ્કાર સરવાણી આજે દેશ-વિદેશની 59 શાખાઓમાં 40,000 વિદ્યાર્થીઓ વિદ્યા, સદ્વિદ્યા અને બ્રહ્મવિદ્યારૂપી સંસ્કાર અને શિક્ષા સરિતામાં સ્નાન કરી અનેકને સંસ્કારવાન બનાવી રહ્યા છે. રોજના માત્ર 1/- રૂપિયા લવાજમમાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ આજે સફળ બિઝનેસમેન બની પોતાનું આર્થિક યોગદાન આપી વધુ વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના સંસ્કાર વારસાને ઉજાગર કરતાં રહે એ અર્થે નૂતન ગુરુકુલો શરૂ કરાવી રહ્યા છે. ગુરૂકુલની યશકલ્ગીમાં વધુ એક છોગુ ઉમેરાવા જઈ રહ્યું છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, દેવકૃષ્ણદાસજી સ્વામિ સહિત કેન્દ્ર તથા રાજ્યના મંત્રીઓ, મહાનુભાવો રહેશે ઉપસ્થિત

ગુરૂકુળના બાળકોના સાંસ્કૃત્તિક કાર્યક્રમો, શાકોત્સવમાં 7 હજારથી વધુ ભાવિકો માટે મહાપ્રસાદ: ‘અબતક’ની મુલાકાતમાં પૂ.પ્રભુચરણ સ્વામિ, પૂ.જ્ઞાનજીવન સ્વામિએ આપી માહિતી

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા પૂ.પ્રભુચરણ સ્વામિ, પૂ.જ્ઞાનજીવન સ્વામિ, વસંતભાઇ લીંબાસીયા, પ્રવિણભાઇ કાનાબાર, વલ્લભભાઇ લીંબાસીયાએ જણાવ્યું હતું કે ગુરૂકુલ પરંપરાને સજીવન કરવા અને ટકાવી રાખવાના આશયથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન પ્રેરિત 76 વર્ષે ક્ધયા ગુરૂકુલનો નવો આયામ રચાયો છે. દીકરીઓના ઉત્થાન માટેના નવા પ્રકલ્પના પ્રારંભથી ભાવિ માતાઓથી સંસ્કારવાન રાષ્ટ્રભક્તો તૈયાર થશે એવી ભાવનાથી શ્રી સ્વામિનારાયણ ક્ધયા ગુરુકુલ નિર્માણનો રાજકોટ-મોરબી હાઈવે પર કાગદડી અને રતનપર વચ્ચે પ્રારંભ થયો છે. જેનું ભૂમિ પૂજન અગાઉ થઈ ગયેલ છે. હવે શિલા સ્થાપન સમારોહની સુવર્ણ ઘડી આવી છે.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન પ્રેરિત પ્રથમ મહિલા ગુરુકુલ રાજકોટ – મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટીથી આગળ કાગદડી નજીક અને સરદાર પટેલ મહિલા કોલેજની સામેના ભાગે સ્થપાઇ રહ્યું છે. જેનો શિલાસ્થાપન સમારોહ તા.13 જાન્યુઆરી, શનિવારે સાંજે 4:00 થી 7:00 દરમિયાન યોજાશે. કાર્યક્રમ બાદ સર્વ આમંત્રિતો, હરિભક્તો માટે મહાપ્રસાદ (શાકોત્સવ) રાખેલ છે.

સમારોહનું દીપ પ્રાગટ્ય રાજકોટના શ્રેષ્ઠીઓ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ, કડવા પાટીદાર સમાજના અગ્રણી મૌલેશભાઇ ઉકાણી તેમજ રાજકોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બાલાજી વેફર્સવાળા ચંદુભાઈ વિરાણી, ભાજપ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ ડોક્ટર ભરતભાઈ બોઘરા, અમેરિકાથી આવેલા ધીરૂભાઈ બાબરીયા તથા હાઈબોન્ડ સિમેન્ટવાળા મનસુખભાઈ પાણ, યુનિટી સિમેન્ટવાળા પુનિતભાઈ ચોવટીયા, વસંત બિલ્ડર્સવાળા મૂળજીભાઈ ભીમાણી, રાજકોટના રાજવી માંધાતાસિંહજી તથા આ ક્ધયા ગુરુકુલના ભૂમિદાતા ગુરૂકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી મોહિતભાઈ વસંતભાઈ લીંબાસીયા વગેરે મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી સાથે કરશે.

ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદથી યોજાઈ રહેલ શિલાસ્થાપન સમારોહમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા તેમજ રાજ્ય કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, શિક્ષણ મંત્રી  પ્રફુલભાઈ પાનસેરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,  રમેશભાઈ ધડુક, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ધારાસભ્યો તેમજ ડોક્ટર વલ્લભભાઈ કથીરિયા, ગોવિંદભાઈ પટેલ વગેરે વિવિધ ક્ષેત્રના રાજદ્વારીઓ, ઉદ્યોગપતિઓ, દાતાઓ, ક્લેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ તથા સ્વામિનારાયણ ક્ધયા ગુરુકુલ સુરતના ધર્મનંદન ડાયમંડવાળા લાલજીભાઈ પટેલ તથા સુરતના ક્ધયા ગુરુકુલના ભૂમિદાતા સહજાનંદ મેડિકલ ટેકનોલોજીના ધીરૂભાઈ કોટડીયા, અરવિંદભાઈ ધોળકિયા, શ્રીહરિ ગ્રુપવાળા રાકેશભાઈ દુધાત, સનહાર્ટ ગ્રુપવાળા ગોવિંદભાઈ વરમોરા, મોરબી સરજુ વિટરીફાઈડવાળા મગનભાઈ ભોરણીયા, ગ્લોસ્ટારવાળા  કેશુભાઈ ગોટી, તુલસીભાઈ ગોટી, શિવલાલભાઈ પાંભર, ભીખાભાઈ સુતરીયા, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા વગેરે ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે ગુરુકુલ રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ભૂમિદાતા વસંતભાઇ લીંબાસીયાએ જણાવ્યું હતું કે, 18 વીઘા જમીનમાં 3,21,000 સ્ક્વેર ફૂટમાં બાંધકામ એક સાથે જ કરાશે. જે જૂન 2025 પહેલા પૂર્ણ કરવાનો આશાવાદ અમે રાખી રહ્યા છીએ. અંદાજિત 45 કરોડના ખર્ચે બનનાર સ્કૂલ તથા છાત્રાલયમાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ અપાશે. પ્રથમ વર્ષે જુન 2025 થી તમામ જ્ઞાતિ તથા વર્ગની ક્ધયાઓ ધોરણ-6 થી 8 સુધી અને પછીથી ક્રમશ: 12 ધોરણ સુધીનો અભ્યાસ 1200 જેટલી વિદ્યાર્થીનીઓ કરી શકશે. આ ક્ધયા છાત્રાલય ફૂલી રેસીડેન્સીયલ હોવાથી અપડાઉનની કોઈ વ્યવસ્થાની જરૂર પડશે નહિ.

શ્રી સ્વામિનારાયણ ક્ધયા ગુરૂકુલના વ્યવસ્થા સંયોજક મગનભાઈ ભોરણિયા તથા વસંતભાઈ લીંબાસિયાએ જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ક્ધયા ગુરુકુલનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ હસ્તે રહેશે. સાફ-સફાઈ, પટાવાળા, કલાર્ક, શિક્ષકો, આચાર્ય, એડમિન સહિતનો તમામ સ્ટાફ મહિલાઓનો જ હશે. હોસ્ટેલમાં પણ મહિલાઓ જ સંચાલન, પ્રાર્થના, સત્સંગ, ધાર્મિક સંસ્કાર વગેરેની જવાબદારી સંભાળશે. એક સાથે 1200 ક્ધયાઓ ત્યાં જ રહીને ભણી શકે તેવી ક્ષમતા નિર્માણ પામશે. શિક્ષણ ઉપરાંત રમત-ગમત, જીમ, સ્વીમીંગ પુલ, ભોજનાલય, વિશાળ લાયબ્રેરી, લેબોરેટરી, વક્તૃત્વ, સિવણ, રસોઈ વગેરે સહિતની છ કલાઓ શીખવવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ઉપરાંત આધુનિક ઓડિટોરીયમ, વીડિયો કોન્ફરન્સ રૂમ, યોગ અને ધ્યાન કેન્દ્ર, ગીત-સંગીત તાલીમ કેન્દ્ર, પ્રાર્થના મંદિર વગેરે બનાવવામાં આવશે.

કન્યા ગુરૂકુળ માટે કરોડોની જમીન દાનમાં આપવાના પુત્રના ઉમળકાને પિતાએ વધાવ્યો

વસંતભાઈએ જણાવેલ કે હું અને મારો સુપુત્ર મોહિત અમે બન્ને ગુરુકુલમાં શિક્ષણ પામ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને સંતોના રૂડા આશીર્વાદથી અમારા પરિવારમાં સંસ્કાર સાથે સમૃદ્ધિ છે. ઈશ્ર્વરે આપણને જે આપ્યું છે તેમાંથી આપણે સમાજને કંઈક આપીને સર્વનું મંગલ કરવાનું વિચારવું જોઈએ તેવી મારા પિતા નાનજીભાઈ અને ત્રણ મહિના પહેલા 111 વર્ષની વયે અક્ષરધામમાં સીધાવેલા મારા માતુશ્રી ચોથીમાની પ્રેરણા હતી. મારો પુત્ર મોહિત ગુરૂકુલના રંગે રંગાયેલ છે. સુરતના એક કાર્યક્રમમાં તેને અમારી માલિકીની કાગદડી પાસેની આશરે 40 હજાર વાર જેટલી જગ્યા ક્ધયા ગુરુકુલ માટે દાનમાં આપવાનો શુભ વિચાર આવેલ. તેમણે આ વિચાર મારા સહિતના સઘળા પરિવારજનો સમક્ષ વ્યકત કરતા અમે બધાએ તેના વિચારને ઉમળકાથી વધાવી લીધેલ. મારા માતુશ્રીએ પણ પૌત્રની આ ઉદાત્ત ભાવના અંગે રાજીપો વ્યકત કરેલ. અમે ગુરુકુલના સંતો અને ટ્રસ્ટીઓ સમક્ષ આ વાત મૂકતા તેમણે પણ સહર્ષ સ્વીકાર કરેલ. ભૂમિદાન આપવામાં અમો નિમિત્ત છીએ, બાકી તો ઇશ્ર્વર કૃપાને આભારી છે.

શિલા સ્થાપન સમારોહ નિમિતે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો

શ્રી સ્વામિનારાયણ ક્ધયા ગુરૂકુલ રાજકોટના શિલા સ્થાપન સમારોહ નિમિત્તે દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી વગેરેએ શુભેચ્છા સંદેશ પાઠવેલ છે. મને વિશ્ર્વાસ છે કે શ્રી સ્વામિનારાયણ ક્ધયા ગુરુકુલ ક્ધયાઓને શિક્ષણ પ્રદાન કરી સક્ષમ બનાવશે. તેનાથી સમાજ અને રાષ્ટ્રના વિકાસને મહત્ત્વપૂર્ણ યોગદાન મળશે – દ્રૌપદી મુર્ભુજી, રાષ્ટ્રપતિ ભારત મને ખુશી છે કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પ્રાચીન પરંપરા અને આધુનિક ભારતને આગળ વધારવા માટે ક્ધયા ગુરૂકુલ શરૂ કરી રહ્યા છે. મને આશા છે કે ભવિષ્યમાં આપણા ગુરૂકુલની દીકરીઓ વિશ્ર્વનું નેતૃત્વ કરશે. ગુરૂકુલ દ્વારા ક્ધયાઓના શિક્ષણ કાર્યથી વધુ એક નવી પેઢી, નવું ભારત મળશે. – શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન વિશ્ર્વગુરૂ ભારતનું સ્વપ્ન સાકાર કરવું હોય તો આપણા બાળકોને ગુરૂકુલ પરંપરાનું મૂલ્યવાન શિક્ષણ અને જીવન ઘડતર આપવું જ પડશે. – મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.