Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી. પીએમ મોદી બેંગલુરુના યેલાહંકા એરબેઝ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓએ સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટની  ઉડાન માણી હતી.

વડાપ્રધાન મોદીએ બેંગલુરુના યેલાહંકા એરબેઝ પરથી સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટની સફર માણી

તેજસને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ  દ્વારા વિકસાવવામાં આવ્યું છે. એ સિંગલ એન્જિન લાઇટ ફાઇટર એરક્રાફ્ટ છે. એરફોર્સમાં એના બે સ્ક્વોડ્રનને સામેલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ, ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી,  સંરક્ષણ રાજ્યમંત્રી રાવ ઈન્દ્રજિત સિંહ, રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસે તેઓના કાર્યકાળમાં ફાઈટરજેટમાં ઉડાન ભરી હતી. ઉપરાંત વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ સુખોઈની ઉડાન ભરી હતી.

તેજસની ઉંડાનથી સ્વદેશી ક્ષમતાઓમાં મારો આત્મવિશ્વાસ વધ્યો : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે તેજસમાં ઉડાન ભરીને હું ખૂબ જ ગર્વ સાથે કહી શકું છું કે, આપણી મહેનત અને સમર્પણને કારણે આપણે આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં દુનિયામાં કોઈથી ઓછા નથી. ભારતીય વાયુસેના, ડીઆરડીઓ અને એચએએલ તેમજ તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન.” આ સાથે તેમણે કહ્યું કે, ’તેજસ પર સફળતાપૂર્વક ઉડાન પૂર્ણ કરી છે. આ અનુભવ અવિશ્વસનીય રીતે સમૃદ્ધ કરનારો હતો, આનાથી દેશની સ્વદેશી ક્ષમતાઓમાં મારા આત્મવિશ્વાસને નોંધપાત્ર રીતે વધાર્યો અને મારામાં આપણી રાષ્ટ્રીય ક્ષમતા વિશે નવેસરથી ગર્વ અને આશાવાદની ભાવના જગાડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.