18 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટમાં પીએમ મોદી ખાસ ઉપસ્થિત રહેશે. જેને પગલે પીએમ બે દિવસ દરમિયાન વાઇબ્રન્ટ સમિટ સહિતના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા 17 જાન્યુઆરીએ ગુજરાત આવશે. તેમજ શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદી કરવા પણ જશે.

17થી 18 જાન્યુઆરી સુધીનો પીએમનો કાર્યક્રમ

* 17 જાન્યુઆરીએ બપોરે અઢી વાગ્યે વાઇબ્રન્ટ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે.

 
* સાંજે ચાર વાગ્યે વી.એસ. હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા જશે, જ્યાં કેટલાક લોકો સાથે બેઠક કરશે. 

* સાંજે છ વાગ્યે રિવરફ્રન્ટ ખાતે યોજાનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં જઈ ખરીદી કરશે. 

18મીએ સવારે 10 વાગ્યે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. 

મહાત્મા મંદિર ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય મૂડી રોકાણકારોની ગોળમેજી પરિષદમાં હાજરી આપી મૂડી રોકાણકારો અને વિદેશી મહેમાનો સાથે વન ટુ વન મીટિંગ કરશે.

પીએમ ચોક્કસ મહેમાનો સાથે ગાલા ડિનર મહાત્મા મંદિરના ટેરેસ પર કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.