ટોક્યો પેરાલિમ્પિક્સના સ્ટાર ખેલાડીઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી મુલાકાત

અબતક, નવી દિલ્હી

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતના ખેલાડીઓએ ઝળહળતું પ્રદર્શન કરી ભારતને કુલ ૧૯ મેડલ મેળવ્યા હતા. ભારતે પેરાલિમ્પિક્સમાં ઐતિહાસિક પ્રદર્શન કરતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ અંગે કેન્દ્રિય રમતગમત પ્રધાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહે ટોક્યો પેરાલિમ્પિક દળના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રમતોમાં ભાગીદારી અંગે વડાપ્રધાનનો હંમેશાથી એક દ્રષ્ટિકોણ રહ્યો છે. આ માટે ખાસ કરીને દિવ્યાંગ એથ્લિટ્સ માટે વધુ તક પેદા કરવા એ તેમના વિચારનો એક ભાગ છે.

ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં કુલ ૧૯ મેડલ જીત્યા: પીએમ મોદીએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી

કેન્દ્રિય રમતગમત પ્રધાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત આવવા પર ઓલિમ્પિયનોનું હોસ્ટિંગ કર્યું હતું અને હવે તેઓ પેરાલિમ્પિયનોનું પણ હોસ્ટિંગ કરવા જઈ રહ્યા છે. ટોક્યોમાં આ વર્ષે ૨૪ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર સુધી બંધ દરવાજાની વચ્ચે ટોક્યો પેરાલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિકની જેમ મહામારીના કારણે આ વર્ષે મોડું થયા છતા આયોજનને ટોક્યો ૨૦૨૦ તરીકે બ્રાન્ડેડ કરવામાં આવ્યું હતું. ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં કુલ ૧૯ મેડલ જીત્યા છે.

વિજેતાઓથી લઇને તેમને પ્રેરિત કરનારા લીડર્સના ઓટોગ્રાફ લેવામાં આવ્યા.જેમણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ જીત્યા તેમાં અવની લેખરા, સિંહરાજ અડાના, સુમિત અંતિલ, મનીષ નરવાલ, પ્રમોદ ભગત, કૃષ્ણા નાગર, ભાવિના પટેલ, નિષાદ કુમાર દેવેન્દ્ર ઝાઝરીયા, યોગેશ કથુનીયા, મરિયપ્પન થંગવેલુ, પ્રવીણ કુમાર, સુહાસ યતિરાજ, સુંદર સિંહ ગુર્જર, શરદ કુમાર, હરવિંદર સિંહ અને મનોજ સરકાર સામેલ છે. ભારત તરફથી ૫૪ સભ્યોની ટીમે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લીધો હતો, જેમણે ૯ ઇવેન્ટમાં પોતાનો પડકાર રજૂ કર્યો હતો.