Abtak Media Google News

ભારતીય જનતા પાર્ટીનો ઓક્ટોબર મહિનાથી શરૂ થનારો પ્રચાર અભિયાનનો આરંભ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરાવશે. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલના વડપણ હેઠળ નીકળનારી બે ગૌરવયાત્રાનો પ્રારંભ ૧ અને ૨ ઓક્ટોબરે રાષ્ટ્રીય અધ્યક્ષ કરમસદ અને પોરબંદરથી કરાવશે. તા.૧૬ ઓક્ટોબરને વાઘબારસના રોજ યાત્રાના સમાપન વેળાએ રાજ્યભરના પેઇજ પ્રમુખોના ગુજરાત ગૌરવ મહાસંમેલનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે, તેમ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું.

આજે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળેલી બૃહદ કારોબારીમાં ભાજપના ચૂંટણીલક્ષી કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરી તેને લગતી જવાબદારીઓ અને તૈયારીઓની ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ચૂંટણી પ્રભારી અરુણ જેટલી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી.સતીષજી તથા કેન્દ્રિય પ્રધાનો તથા સહપ્રભારીઓ નિર્મલા સીતારમનજી, પી.પી.ચૌધરી, નરેન્દ્રસિંહ તોમર તથા જીતેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા. જેટલીએ પોતાના સંબોધનમાં ગુજરાતમાં ૨૨ વર્ષથી ભાજપના શાસનમાં થયેલા વિકાસ કાર્યોની ભરમાળ છે તથા કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારે કરેલા લોકકાર્યોનું ભાથુ હોય ત્યારે ભાજપે તેને જનજન સુધી પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.