Abtak Media Google News

ભાવની રોજીંદી સમીક્ષા કરવા ઓઇલ કંપનીઓની તૈયારી: મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે બેઠક

ભારત અને ઈઝરાયલ વચ્ચે મહત્વના સંરક્ષણ કરારો યા છે. જેના અંતર્ગત ઈઝરાયલ ભારતને એડવાન્સ સરફેશ-ટુ એર મિસાઈલ સીસ્ટમ પૂરી પાડશે. આ મિસાઈલ દુશ્મનના ફાઈટર પ્લેન, મિસાઈલ અને ડ્રોનને ૭૦ કિ.મી.ના અંતરે જ તોડી પાડવા માટે સક્ષમ છે. સુરક્ષા ક્ષેત્રના મહત્વના કરારોી ભારત અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. આગામી જૂલાઈ માસમાં નરેન્દ્ર મોદી ઈઝરાયલની મુલાકાત કરવાના છે તે પહેલા જ યેલા આ કરારો દ્વિપક્ષીય સંબંધોમાં પણ મહત્વના ગણવામાં આવે છે.

સુરક્ષા સુત્રોના જણાવ્યા પ્રમાણે ડી.આર.ડી.ઓ અને ઈઝરાયલ એરસ્પેશ ઈન્ડસ્ટ્રી વચ્ચે બરાક-૮ મીડિયમ રેન્જ સીસ્ટમ માટે કરારો યા છે અને બન્ને દેશો સો મળીને ૧૬ લોન્ચર અને ૫૬૦ મિસાઈલો ભારતીય આર્મી માટે તૈયાર કરશે. બીજો એક કરાર ભારતીય એરક્રાફટ કેરીયર વિક્રાંતમાં સરફેશ-ટુ એર મિસાઈલ સીસ્ટમ મુકવા બાબતે યો છે. આ ઉપરાંત પણ ઈઝરાયલ સો સંરક્ષણ બાબતે અન્ય મહત્વના કરારો કરવામાં આવ્યા છે. જેના દ્વારા ભારતીય સૈન્ય વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં સુરક્ષા બાબતે દુશ્મનોને જડબાતોડ જવાબ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.