Abtak Media Google News

પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણમાં માર્ગદર્શિકા મુજબ એસ.જી.પી.એલ.માં તેમજ એસ.ઈ.સી.સી. ડેટામાં નોંધાયેલ ન હોય તેવા પાત્રતા પ્રાપ્ત કુટુંબોને સમાવવા વિશેની પ્રક્રિયાનો હાલ છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. આ છેલ્લા તબક્કાની પ્રક્રિયા માટે તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ તા. ગુરૂવારના સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ સુધી ફોર્મ સ્વીકારવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

જેમાં પાત્રતા ધરાવતા આસામીઓને પોતાની લગત ગ્રામ પંચાયતના અને સરપંચ સ્પષ્ટ ભલામણ સાથે તાલુકા પંચાયતની ડીઆરડીએ શાખાનો સંપર્ક સાધી જરૂરી દસ્તાવેજો તેમજ ગ્રામસભા દ્વારા કરવામાં આવેલ ઠરાવ સાથે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. આ અરજીનો નિયત નમૂનો ડીઆરડીએ શાખામાં ઉપલબ્ધ છે.

આ પ્રક્રિયામાં સામેલ થવા ઈચ્છતા આસામીઓ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હોવા આવશ્યક છે. તેમજ અગાઉ સરકારની અન્ય કોઈ આવાસ યોજનામાં લાભ લીધેલો ન હોવો જોઈએ. આસામી માલિકીનું એક રૃમ કે તેથી નાનું ઘર ધરાવતા હોવા જોઈએ. ઉપરાંત એસ.ઈ.સી.સી.ના ઓટોમેટીક એક્સક્લુઝનના ૧૩ માપદંડો પૈકી કોઈપણ ધરાવતા ન હોવા જોઈએ. અહીં કોઈપણ નાગરિક પાસે પ્લોટ/જગ્યા ન હોય અને સરકારી ખરાબામાં દબાણ કરી રહેતા હોય તેવા વંચિત પણ અરજી કરી શકશે.

પાત્રતા ધરાવતા આસામીઓએ પ્રક્રિયામાં નિયત સમય અને તારીખે લગત તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રીએ ઠરાવ સહની ભલામણ સાથે લગત તાલુકા વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે. આ માટે જામનગર ક્ધટ્રોલ રૃમનો સંપર્ક નં. ૭પ૭૪૮૩૦પ૩૧ સાધી શકાશે. નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજી ધ્યાને લેવામાં કે સ્વીકારવામાં આવશે નહીં તેમ નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.