Abtak Media Google News

જમીન લઈ ઉધોગ શરૂ ન કરાતા નાયબ કલેકટરનું આકરુ પગલું

રાજુલા તાલુકાના ભેરાઈ, ભચાદર, ઉચૈયા એમ ત્રણ ગામોની ખેતીની જમીનો જુદા-જુદા પ્રમાણપત્રોથી ખરીદ કરવામાં આવેલ હતી તે જમીનનો પ્રમાણપત્રોની શરતો મુજબ ઉપયોગ કરવામાં આવેલ ન હોવાની ફરિયાદ વિવાદી દશરથભાઈ વિરજીભાઈ પટેલ (કચ્છ) તથા ભગવાનભાઈ જેસાભાઈ રામ દ્વારા તા.૧૬/૩/૨૦૧૭ના રોજ અરજી આપેલ હતી. જે મુજબ રજુઆત કરેલ તેના અનુસંધાને મામલતદાર રાજુલાના પત્રને જમન/વશી/૨૯૭/૧૮ તા.૧/૩/૧૮થી સવાલવાળી જમીનોમાં ખરીદ કર્યા મુજબનો ઉપયોગ કરવામાં આવેલ ન હોય શરતભંગની કાર્યવાહી કરવા અભિપ્રાય આપી દરખાસ્ત રજુ કરેલ હતી.

Advertisement

ત્યારબાદ શરતભંગ રજીસ્ટર લઈને તા.૧૪/૫/૧૮ની સુનાવણી મુકરર કરેલ જેમાં પ્રતિવાદીના વકીલ હાજર રહી મુદત માગેલ જે બાદમાં તા.૨૮/૫/૨૦૧૮ની અને ત્યારબાદ પણ વખતોવખત મુદતો આપવામાં આવેલ અને છેલ્લે તા.૩૦/૮/૨૦૧૮ મુદત અંગેની જાણ રજીસ્ટર એડીથી કરવામાં આવેલ હતી પરંતુ પ્રતિવાદી હાજર રહેલ નહી હોવાથી ગુણદોષના આધારે નિર્ણય ઠરાવ પર લેવામાં આવ્યો હતો. જેમાં ભચાદર ગામના ખાતા નં.૪૩૦થી ચાલતા કુલ ૬૨ સર્વે નંબરવાળી તેમજ ઉચૈયા ગામના ખાતા નં.૨૦૦થી ચાલતા કુલ ૩૨ સર્વે નંબરવાળી જમીન તથા ભેરાઈ ગામના ખાતા નં.૫૧૩થી ચાલતા કુલ સર્વે નંબર ૧૬ વાળી જમીનો પીપાવાવ એનર્જી પ્રા.લી. (વિડીયોકોન)ના નામે ચાલતી હોય, કંપની દ્વારા સૌરાષ્ટ્ર ઘર એડ ગણોત પતાવટ અને ખેતીની જમીન અંગેનો કાયદો-૧૪૯૯ની કલમ ૫૪/૫૫ તળે જુદા-જુદા પ્રમાણપત્રો મેળવી સવાલવાળી જમીનો કંપનીએ ખરીદ કરવામાં આવેલ જે પ્રમાણપત્રોની શરત નં.૪નો કંપની દ્વારા ભંગ કરવામાં આવેલ હોય. શરતભંગની કાર્યવાહી કરવા મામલતદારે અભિપ્રાય આપેલ હોય ઉચૈયા ગામની ૩૨ સર્વે નંબરવાળી જમીનો તથા ભચાદર ગામની ૬૨ સર્વે નંબરોવાળી તેમજ ભેરાઈની ૧૬ સર્વે નંબરોવાળી જમીનો આશરે ૧૪૦૦ અંદાજીત વિઘા જમીનમાં સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત પતાવટ અને ખેતીની જમીન અંગેના કાયદાની કલમ ૫૪/૫૫ મુજબ પ્રમાણપત્ર મેળવી કંપનીના નામે/ ખાતે થયેલ હતી.

આ કામના પ્રતિવાદી કંપની દ્વારા લેખિત રજુઆત કરવામાં આવેલ છે જેની વિગતે સવાલવાળી જમીનમાં ખુબ મોટી રકમ ફાળવેલ છે જો પ્રિમીયમ વસુલ કરવાપાત્ર અથવા દંડ વસુલ કરવાથી ખુબ જ મોટુ આંકી ન શકાય તેવું નુકસાન કંપનીને થશે જેથી પ્રમાણપત્રની મુદત એક વર્ષ માટે વધારી આપવા રજુઆત કરેલ હતી પરંતુ કાયદા મુજબ કાયદો-૧૯૪૯નો સુધારા અધિનિયમ-૨૦૧૫ની જોગવાઈ મુજબ જોગવાઈ તળે ખરીદનારને પાંચ વર્ષની મુદતની અંદર માલનું ઉત્પાદન અથવા સેવા પુરી પાડવાનું શરૂ કરવું જોઈએ. તેમજ સુધારેલ કાયદાની પેટા કલમ મુજબ યોગ્ય તપાસ કર્યા પછી સુનાવણીની તક આપ્યા પછી એવા નિષ્કર્ષ પર પહોંચે કે ખરીદનાર પેટા કમ-૩ના ખંડ (ખ) મુજબ રાજય સરકાર નકકી કરે તેટલા વળતરની ખરીદનારને ચુકવણુ કર્યે તે જમીન તમામ બોજામાંથી મુકત થઈને સરકારમાં નિહિત થશે. જે અન્વયે પત્ર નં.જમન/વશી/૩૯૬૨/૧૮ તા.૫/૧૨/૧૮ તથા પત્ર નં.જમન/વશી/૩૯૬૩/૧૮ તા.૫/૧૨/૧૮ના પત્રથી જંત્રીની કિંમત ભરપાઈ કરવા લેખિત સંમતિ દિન-૫માં રજુ કરવા જણાવેલ પરંતુ કોઈ પ્રત્યુતર કે સંમતિ જવાબ રજુ કરવામાં આવેલ નથી પરંતુ પત્રનો અસ્વિકાર કરવામાં આવેલ છે.

આમ ઉપરોકત મુદાઓને ધ્યાને લઈને નાયબ કલેકટર રાજુલા દ્વારા ઔધોગિક હેતુ માટે ખરીદેલ જમીન ૮ વર્ષ ઉપરાંત સમયગાળા બાદ પણ જે હેતુ માટે લીધેલ છે તે હેતુ ઉપયોગ શરૂ ન કર્યા અંગેના સચોટ આધાર પુરાવા રજુ કરવામાં નિષ્ફળ ગયેલ હોય અને જે પાવર પ્રોજેકટ માટે જમીન ખરીદેલ તે પ્રોજેકટ સ્થાપેલ નહીં હોવાથી હુકમની શરત નં.૪નો ભંગ કરેલ હોય જેથી શ્રી સરકાર દાખલ કરવા નાયબ કલેકટર કે.એસ.ડાભીને હુકમ કરતા આ વિસ્તારમાં જમીનો લઈને ઉધોગો શરૂ નહીં કરતા લોકોમાં હડકંપ મચી ગયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.