Abtak Media Google News

પી.એમ. નરેન્દ્રભાઇ મોદી આજે માત્ર લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપશે

મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુ:ખદ ઘટનામાં 141 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં દુ:ખની લાગણી વ્યાપી જવા પામી છે. લોકો હિચકે ચઢયા છે. આ દુ:ખદ ઘટના બાદ આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના પ્રવાસે છે દરમિયાન અમદાવાદ ખાતે યોજાનારો તેઓનો રોડ શો રદ કરી દેવામાં આવ્યો છે. આવતીકાલે પી.એમ. રાજયની તમામ 18ર વિધાનસભા બેઠકો પર યોજનારા ભાજપના પેજ સમિતિના સભ્યોનું સ્નેહ મિલન યોજાવાનું હતુ જેમાં પી.એમ. વર્ચ્યુઅલી ઉ5સ્થિત રહી સંબોધન કરવાના હતા.

જે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે જયારે કોંગ્રેસ દ્વારા આજથી શરુ થતી પરિવર્તન યાત્રા એક દિવસ માટે રદ કરવામાં આવી છે. વિરપુર સહિત સૌરાષ્ટ્રભરમાં જલારામ જયંતિ અને સરદાર જયંતિ નિમિતે યોજનારા વિવિધ કાર્યક્રમો કેન્સલ કરવામાં આવ્યા છે. સાદાઇથી ઉજવણી કરવામાં આવી છે.હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે અમદાવાદમાં તેઓનો વિશાળ રોડ-શો યોજાવાનો હતો. મોરબી દુધર્ટના બાદ રોડ-શો રદ કરવામાં આવ્યો છે. વિવિધ લોકાર્પણ થતા ખાતમુહુર્તના કાર્યક્રમોમાં પી.એમ. માત્ર હાજરી આપશે નરેન્દ્રભાઇ આજે મોરબીની મુલાકાતે આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો પર આવતીકાલે પેજ સમિતિનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાવાનો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી કાર્યક્રરોને માર્ગદર્શન આપવાના હતા જે મોરબીમાં પુલ ધરાશાળી થવાની ઘટનાના પગલે રદ કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજથી રાજયના અલગ અલગ પાંચ ઝોનમાં પરિવર્તન સંકલ્પ યાત્રાનો આરંભ થવાનો હતો. જે કેન્સલ કરવામાં આવી છે. અને કોંગ્રેસ ના નેતાઓ  મોરબીમાં જશે ઘાયલોની ખબર અંતર પૂછશે તથા હતભાગીઓના પરિવારજનોને સાંત્વના આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.