Abtak Media Google News

પ્રિન્સ ફિલીપની ઉર્જા, બુદ્ધિમતા, કાર્ય પ્રત્યેની લગન, વૈજ્ઞાનિક સંશોધનો યુવાનોને પ્રેરણારૂપ: વિલિયમ કુક

૯૬ વર્ષની જૈફ વય ધરાવતા રાણી એલીઝાબેથ-૨ના પતિ પ્રિન્સ ફીલીપની નિવૃતી વિશે ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી. તેઓ આ વખતે મિલીટ્રીના એક કાર્યક્રમ દરમ્યાન પરેડ નિહાળી રહ્યા હતા. તેમની આ જાહેરાત વખતે ધીમો વરસાદ વરસી રહ્યો હતો. બંકીંગહામ પેલેસના કિલ્લામાં સલામી ઝીલતા પહેલા એડીન્બર્ગના મંત્રીએ રેઈનકોટ અને બાઉલર હેટ પહેરી હતી. તેમણે રોયલ મરીનના સભ્યો અને તેમનાથી નાના ઘણા લોકોને મળ્યા હતા.

Advertisement

સેંકડો સમર્થકોએ હાથમાં છતરી ઝાલી બહાર પ્રાંગણમાં એકઠા થયા હતા. તેમણે પ્રિન્સનું અભિવાદન કર્યું હતું. તેમણે આ વખતે રાજકીય દાયરાની બહાર કહી શકાય તેવી મજાક કરી હતી. તેમણે ૧૯૫૨ થી શ‚ કરી તેની વ્યકિગત છેલ્લી ૨૨,૨૧૯મી સેરેમનીમાં હાજરી આપી હતી.  ફિલીપ બીજા વિશ્ર્વયુદ્ધ વખતે ૧૯૫૩માં કેપ્ટન જનરલ તરીકે સેવા આપી હતી. તેમણે ૭૮૦ સંસ્થાઓ સાથે કાર્ય કર્યું છે. તેમજ દુનિયાના અન્ય દેશો ૬૩૭ મુલાકાતો કરી હતી. તેમજ અત્યાર સુધીમાં ૫૫૦૦ પ્રવચનો આપ્યા હતા. પ્રિન્સ ફિલીપ હવેથી જાહેરમાં સ્ટેજ પર પ્રવચનકરતા જોવા નહીં મળે. આવું તેમના પૌત્ર વિલિયમ કુક દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે રોયલ મરીન ખાતે પ્રિન્સનું સન્માન કર્યું હતું. તેમણે પ્રવચનમાં જણાવયું હતું કે, તેમણે ઘણા જુવાન લોકોને જોયા છે પણ તેમણે સુંદર ઉદાહરણ યુવાનો માટે પુરુ પાડયું છે. તેનાથી સારું કોઈ કરી શકે નહીં. વધુમાં તેણે ઉમેર્યું હતું કે, પ્રિન્સ અને તેમના રાણી દ્વારા ધીમે-ધીમે જવાબદારીઓ છેલ્લા કેટલાક વર્ષમાં ઘટાડીને રોયલ પરિવારના યુવા સભ્યોને આપી છે. તેમાં પ્રિન્સ ચાર્લ્સ અને તેના પુત્ર પ્રિન્સ વિલીયમનો પણ સમાવેશ થાય છે. તેઓ રાણી સાથે સમયાંતરે બહાર જોવા મળતા હતા અને વકતા તરીકે સંબોધન કરતા હતા. તેમની ઉર્જા, બુદ્ધિમતા અને કાર્ય પ્રત્યેની લગન, વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સંશોધનો યુવાનોને ખાસ પ્રેરણા પુરી પાડતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.