Abtak Media Google News

ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે મતદાનનો પ્રારંભ થઈ ચુક્યો છે. લોકશાહીના અવસર સમી રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ તબક્કાના મતદાનની ગુલાબી ઠંડીના માહોલમાં શરૂઆત થઈ છે. મતદાનની સાથે સાથે આજે લગ્નનાં પણ મૂહર્ત છે. ત્યારે રાજકોટમાં વરરાજાએ પહેલા મતદાનને પ્રધાન્ત્યતા આપીને પહેલા વોટીંગ કરવા પહોંચ્યા હતા.

રાજકોટમાં વિધાનસભા ૭૧માં વરરાજાનો માંડવો હોવા છતાં પહેલા મારી મતદાનની ફરજ અને પછી લગ્નની વિધિઓ કહીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા.મંડપ મૂહર્ત પૂર્વે વરરાજાએ સાથે તેનો પરિવાર પણ મતદાન કરવા માટે આવી પહોંચ્યો હતો. આજના યુવાનોએ પોતાની પ્રાથમિકતા મતદાનને સમજવી જોઈએ તેઓ લોકોને અને યુવાઓને સંદેશો આપ્યો હતો. વધુમાં તેણે ઉમેર્યું હતું કે પરિવાર સાથે મતદાન કરવાનો ઉત્સાહ અનેરો છે.

દેવભુમી દ્વારકામાં પણ વરરાજાએ કર્યું મતદાન

Screenshot 1

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલ્યાણપુર તાલુકા ના જામ રાવલમાં વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે મતાધિકારનો ઉપયોગ કરીને વરરાજાએ અને તેમના પરિવાર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.