Abtak Media Google News

રાજ્યના અધ્યાપકો કેરિયર એડવાન્સ સ્કીમ હેઠળ મળતા પ્રમોશન અને સાતમાં પગારપંચથી વંચિત

છેલ્લા ત્રણ વર્ષથી કારકિર્દી એડવાન્સ સ્કીમ (સીએએસ) હેઠળ કોલેજોમાં બે હજાર જેટલા ફેકલ્ટી સભ્યોને ત્રણ વર્ષથી  પ્રમોશન તો  નથી જ મળ્યું ઉલટાનું પગાર ધોરણમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

Advertisement

રાજ્યની યુનિવર્સિટી અને કોલેજોના અધ્યાપકોને છેલ્લા ત્રણ વર્ષથી કેરિયર એડવાન્સ પ્રમોશન આપવામાં ન આવ્યું હોઈ કોલેજના અધ્યાપકો રોષે ભરાયા છે. રાજ્ના અધ્યાપકોને કેરિયર એડવાન્સ સ્કીમ હેઠળ મળતા પ્રમોશન અને 7માં પગારપંચથી વંચિત હોય આપવા માટે છેલ્લા દોઢ વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અધ્યાપકોમાં રોષ જોવા મળ્યો છે. પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને દરેક રાજ્યોમાં સરકાર કેરિયર એડવાન્સ સ્કીમ હેઠળ પ્રમોશન આપી અધ્યાપકોને પ્રમોશન આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.સરકારે આની બદલી સહિતના અને કેટલાક અન્ય મુદ્દાઓને ઉકેલવાની જરૂર છે. જેમાં અગાઉ કુટુંબ પેન્શન યોજના સાથે 2005 માં રજૂ કરવામાં આવી હતી, તેમ તેમણે જણાવ્યું હતું. બે વર્ષ પહેલા, રાજ્યના શિક્ષણ વિભાગે 1 જાન્યુઆરી, 2019 થી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) હેઠળના કોલેજના અધ્યાપકો- કર્મચારી ઓને સાતમા પગારપંચના લાભોની ચુકવણીનો સ્પષ્ટ ઠરાવ પસાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.