Abtak Media Google News

છેલ્લા પાંચ મહિનાના સૌથી વધુ 53,364 કેસ નોંધાયા: મહારાષ્ટ્રમાં સ્થિતિ બિહામણી 24 કલાકમાં 32 હજારથી વધુ કેસ: ઘણા જિલ્લાઓમાં લોકડાઉન અને રાત્રી કર્ફ્યુ

કોરોના વાયરસના કારણે છવાયેલી વૈશ્વિક મહામારી માંથી ઉગારી પહેલા જેવી ફરી પરિસ્થિતિ કરવા વિશ્વભરના દેશો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંગઠનો તેમજ વૈજ્ઞાનિકો મથામણ કરી રહ્યા છે. વૈશ્વિક મહામારીને એક વર્ષ પૂર્ણ થયા છતાં પણ કોરોના વાયરસ લની તીવ્રતા ઓછી થઈ નથી. આ કપરા કાળમાંથી ઉભા થવા ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ શરૂ થઈ ગઈ છે તેમ છતાં કોરોના ની સ્થિતિ ફરી અનિયંત્રિત બનતી જઈ રહી છે.

Advertisement

ભારતમાં દિવસેને દિવસે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારના રોજ છેલ્લા પાંચ મહિનાના સૌથી વધુ આંકડા નોંધાયા છે. એક જ દિવસમાં 53 હજારથી વધુ કેસ નોંધાતા ફરી મોટું જોખમ ઊભું થયું છે. વધતા જતા આ વાઈરસના કહેરને નાથવા નિયમોનું પાલન તેમજ વધુ કાળજી લેવી અનિવાર્ય બની છે.દેશમાં કોરોના વાયરસના કેસની રફતાર બેકાબૂ થઈ ગઈ હોય તેમ બુધવારે પાંચ માસમાં સૌથી વધુ 53,364 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના વધતાં કેસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે ત્યારે ગઈકાલના જે આંકડાઓ સામે આવ્યા છે તે બિહામણાં છે. 250 દર્દીઓના મોત થયા છે. આ પહેલા ઓકટોબર મહિનામાં આવા આંકડા સામે આવ્યા હતા.  દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે જ્યાં ગઈકાલે  એક દિવસમાં 31 હજારથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં સીટી નિયંત્રિત થતા ગઈકાલે માંદેડ અને બીડમાં 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. તો ઘણા  શહેરોમાં વીકેન્ડ લોકડાઉન અને કેટલાય શહેરોમાં નાઈટ કર્ફ્યૂ ફરી લાગુ કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા વધીને અઢી લાખને પાર થઈ ગઈ છે.

મહારાષ્ટ્રની સાથે સાથે કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને ગુજરાતમાં કોરોના સંકટના વાદળો વધુ ઘેરા બન્યા છે. ગુજરાતમાં ગઇકાલના રોજ સૌથી વધુ 1790 કેસ નોંધાયા હતા. એમાં પણ સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદ, સુરત અને વડોદરા તેમજ રાજકોટમાં ઉભી થઇ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.