Abtak Media Google News

ઉભરાતી ગટરો, રોગચાળો, ગંદકી અને ખખડધજ રાજમાર્ગોથી શહેરીજનો પરેશાન: વોર્ડ નં.૧૩નાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જનતા મેમો ફટકારી આઠ દિવસમાં પૈસા જમા કરાવવા તાકીદ કરી

શહેરમાં તુટેલા રસ્તા, ઉભરાતી ગટરો, બેફામ રોગચાળો અને અસહ્ય ગંદકીનાં અજગરી ભરડાનાં વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં શહેરીજનોવતી વોર્ડ નં.૧૩નાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને કોંગી અગ્રણી પ્રભાતભાઈ ડાંગરે મહાપાલિકાને ૫૦ કરોડ રૂપિયાનો જનતા મેમો ફટકાર્યો હતો. પુરો ટેકસ વસુલી સારા રોડ-રસ્તા, ચોખ્ખુ પાણી જનતાને ન આપવા બદલ મેમો આપવામાં આવ્યો છે.

Public-Memorandum-To-The-Corporation-For-1-Crore-Congress-Surprise-Program
public-memorandum-to-the-corporation-for-1-crore-congress-surprise-program

વોર્ડ નં.૧૩નાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જણાવ્યું હતું કે, પ્રિ-મોનસુન કામગીરીમાં કોર્પોરેશન સદંતર નિષ્ફળ ગયું છે જેનાં વિરોધમાં આજે ૫૦ કરોડનો જનતા મેમો આપવામાં આવ્યો છે. રાજકોટની જનતા પાસેથી પુરેપુરો ટેકસ વસુલી ચોખ્ખુ પાણી, સારા રસ્તા, સારી ડ્રેનેજ ન આપવા બદલ જનતા સાથે દગાખોરી કરવા બદલ સમાધાન શુલ્ક વસુલવા પાત્ર થાય છે. વોર્ડ નં.૧૩નાં તમામ રસ્તાઓ તુટી ગયા છે. છેલ્લા ૧૫ દિવસથી ડ્રેનેજો ઉભરાઈ રહી છે. રોડ પર ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે.

Public-Memorandum-To-The-Corporation-For-1-Crore-Congress-Surprise-Program
public-memorandum-to-the-corporation-for-1-crore-congress-surprise-program

પીવાના પાણી સાથે ડ્રેનેજનાં પાઈપ ભળી ગયા છે. ગટરોનાં પાણીનાં કારણે રોગચાળોએ માથુ ઉંચકયું છે. તમામ કામગીરીમાં મનપા નિષ્ફળ રહી છે જેનાં કારણે લોકોને હાડમારી વેઠવી પડે છે. અવાર-નવાર મહાપાલિકા દંડ વસુલવા લોકોને મેમો ફટકારે છે. આજે અમે આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપતા કોર્પોરેશનને ૫૦ કરોડનો જનતા મેમો ફટકાર્યો છે. રાજકોટની જનતાને ખાતામાં ૮ દિવસમાં જમા કરાવવા પણ તાકીદ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.