વડાપ્રધાનની સુરક્ષામાં બેદરકારી માટે પંજાબના મુખ્યમંત્રી રાજીનામું આપે : સી.આર.પાટીલ

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ઇશારે આ કાવતરુ થયુ છે અને આ ગંભીર બેદરકારી માટે દેશની માફી માગે – સી.આર.પાટીલ

ઇકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પંજાબના ફિરોઝપુર ખાતે રેલીને સંબોધન કરવા જતા હતા તે સમયે વડાપ્રધાનના કાફલાને ઇરાદા પુર્વક અટકાવી દેવાનું કૃત્ય કરી દેશના વડાપ્રધાનની સલામતી સાથે ચેડા કરવાનું કાવતરૂ પંજાબ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું તે સંદર્ભે આજ રોજ ગુજરાતના રાજયપાલને ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત પ્રદેશના પદાધિકારીઓ તેમજ રાજયનામંત્રીઓ અને સાંસદઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

આવેદનપત્રમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું કે, પંજાબના ફિરોઝપુરમાં 42,750 કરોડ રુપિયાની લોકકલ્યાણકારી યોજનાઓ તેમજ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના શિલાન્યાસ કરવાના હતા, સાથે જ રાષ્ટ્રીય શહીદ સ્મારક જઇ ભગતસિંહ-સુખદેવ-રાજગુરુ જેવા ક્રાંતિવીરોને શ્રદ્ધા સુમન અર્પણ કરવાના હતા.

સી.આર.પાટીલએ વધુમાં જણાવ્યું કે, પંજાબ સરકારના 324 અધિકારીઓ અને મુખ્યમંત્રીને જ વડાપ્રધાનના બદલાયેલા રૂટની માહિતી હતી. આ માહિતી આંદોલનકારીઓ સુધી કેવી રીતે ટૂંકા સમયમાં પહોંચી અને માનનીય વડાપ્રધાનના રૂટને ઘેરી લેવામાં આવ્યો. જે બાદ અનેક મહત્વપૂર્ણ પુરાવાઓથી સાબિત થાય છે કે આ કોંગ્રેસ સરકારની ઇરાદાપૂર્વકની ઘોર લાપરવાહી હતી તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ તરફ ગંભીર ઇશારો કરે છે.

દેશના વડાપ્રધાન જે તે રાજ્યના પ્રવાસે જાય ત્યારે દેશના વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી રાજ્યની રહે છે તેવા સંજોગોમાં અહીં તો રાજ્યની કોંગ્રેસ સરકાર જ વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિઓ રહે તેવા ષડયંત્રમાં સામેલ થાય તે બહુ ગંભીર બાબત છે. ભૂતકાળમાં જ્યારે જ્યારે કોંગ્રેસને લોકોએ ફગાવી છે ત્યારે ત્યારે કોંગ્રેસે દેશની લોકશાહી, રાષ્ટ્રની સુરક્ષા તેમજ દેશના માનબિંદુઓ/પદોની ગરિમાને લાંછન લાગે તેવા કૃત્યો કર્યા છે.

કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે દેશમાં કટોકટી લાદી લોકશાહીનું ગળું ઘોંટવાનું દુષ્કૃત્ય કરે છે. આતંકવાદ તેમજ અલગતાવાદના મૂળમાં કોંગ્રેસ વસેલી છે.

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, પંજાબની કોંગ્રેસ સરકારે આગામી વિધાનસભા ચૂંટણીમાં લોકોના હાથે કારમી હારના ડરથી પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા. વડાપ્રધાનની સુરક્ષા સાથે ગંભીર ચેડાં કરવામાં આવ્યા. પંજાબની ધરતી પર વડાપ્રધાનની સુરક્ષા બાબતે ઇરાદાપૂર્વકની ગંભીર બેદરકારી આવા જ કોઇ ખતરનાક સંકેતો તરફ ઇશારા કરે છે.

પંજાબની પવિત્ર ધરતી પર કોંગ્રેસના લોહિયાળ ઈરાદાઓ નિષ્ફળ ગયા છે. પંજાબની કોંગ્રેસ સરકારે વડાપ્રધાનની સુરક્ષા બાબતે દાખવેલી ગંભીર બેદરકારી બદલ કોંગ્રેસ અધ્યક્ષ મતિ સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીએ સમગ્ર દેશની માંફી માંગવી જોઇએ તેમજ પંજાબના મુખ્યમંત્રીએ દાખવેલી ગંભીર ગુનાહિત બેદરકારી બદલ રાજીનામું આપવું જોઇએ.

મહામહિમ રાજયપાલને આવેદનપત્ર આપવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  સાથે રાજયનામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશના કોષાધ્યક્ષ સુરેન્દ્રભાઇ પટેલ, રાજયનામંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, રાજયનામંત્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલ, રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી,સાંસદ નરહરીભાઇ અમીન, સાંસદ હસમુખભાઇ પટેલ, પ્રદેશનામંત્રી મહેશભાઇ કસવાલા, પ્રદેશના સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા.