Abtak Media Google News

જમીનનું લેવલીંગ, લાઇટ તથા અન્ય વ્યવસ્થા માટે કામગીરીનું નિરીક્ષણ કરતા હોદ્ેદારો: કુલ 30 વિઘા જમીનમાં વધુ 2 લાખ ગુણી ડુંગળી સમાવી શકાશે

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાડઁ નું વિસ્તૃતિકરણ કરાતાં ખેડૂતો માં હષઁ ની લાગણી ફેલાઈ છે.અનેક જણસીઓ ની સૌરાષ્ટ્રભરમાં થી રોજીંદી ધુમ આવક હોય વિશાળ યાડઁ ટુંકું પડતાં નિણઁય લેવાયો છે.

Advertisement

ગોંડલના નવા માર્કેટ યાર્ડની શરૂઆત 1990 માં થઈ હતી. માર્કેટ યાર્ડની 15 વીધા જેટલી જમીનમાં 12 ઓકશન શેડ તથા 3 મોટા ઓકશન શેડ, 650 દુકાનો કિસાન રેસ્ટ હાઉસ તથા ભોજનાલયની સુવીધા ઉપલબ્ધ છે. માર્કેટ યાર્ડમાં ખેડુતો તથા વેપારીભાઈઓને પુરતી સુવીધા મળતી હોવાથી વધુને વધુ સંખ્યામાં ખેડુતો  ગોંડલ માર્કેટ યાર્ડમાં માલ લઇને આવે છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં દિન પ્રતિદિન માલની આવકમાં વધારો થઇ રહેલ હોય માર્કેટ યાર્ડની હાલની જગ્યા ટુંકી પડતી હોવાથી ગોંડલ બજાર સમિતિ દ્વારા માર્કેટ યાર્ડની હાલની 195 વિઘા જગ્યા ઉપરાંત વધારાની 30 વિઘા જમીનમાં માલ ઉતારવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ગોંડલ માર્કેટ યાર્ડ માં આત્યારે ધાણા-જીરૂ-મરચા-ડુંગળી-ઘઉં તથા કપાસ અને મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થતી હોવાથી અને માલ સમાતો ન હોવાથી માલ રાખવા માટે યાર્ડને લાગુ 14 વિઘા જમીન માં ડુંગળી ઉતારવાની વ્યવસ્થા તા.24/2/2021 થી કરવામાં આવેલ હતી. તેમજ વધુ 16 વિઘા જમીનમાં તા. 9/3/2001 થી ડુંગળી ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. માર્કેટ યાર્ડમાં વધુ 30 વિધામાં માલ ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવતા વધારે 2 લાખ ગુણી ડુંગળી માર્કેટ યાર્ડ માં સમાવી શકાશે.

વર્તમાન કમીટીના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા તથા વા. ચેરમેન કનકસિંહ જાડેજા તથા સાથી સદસ્ય દ્વારા માર્કેટ યાર્ડમાં સુવીધામાં ઉતરોતર વધારો કરવામાં આવી રહેલ છે. અને હજુ વધારાની દુકાનોનું તથા રેસ્ટ હાઉસ નું કામ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.

છેલ્લા બે વર્ષમાં માર્કેટ યાર્ડમાં રોડના સી.સી. કામ ઓકશન શેડનું કામ તથા દુકાનો ના કામો તેમજ અગાઉની જમીન સંપાદન ની રકમ ની ચુકવણી વગેરે માટે રૂા 30 કરોડના વિકાસ કામો સંપુર્ણ કરવામાં આવેલ છે. તેમજ માર્કેટ યાર્ડ ના વિસતૃતી કરણ માટે રૂા 30 કરોડ ની જમીન ખરીદવામાં આવેલ છે. જમીનનું લેવલીંગ તથા લાઇટ વ્યવસ્થા તથા અન્ય વ્યવસ્થા વગેરે કામગીરીનું પુર્વ ધારાસભ્ય જયરાજસિંહજી જાડેજા બજાર સમિતિના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા ડીરેકટર મગનભાઇ ઘોણીયા, પ્રફુલભાઇ ટોળીયા, કુરજીભાઇ ભાલાળા, કચરાભાઇ વૈષ્ણવ, રમેશભાઈ સાવલીયા, ઘીરૂભાઇ સોરઠીયા વગેરે દ્વારા સ્થળ મુલાકાત કરી આગામી દીવસોમાં વધુ મા વધુ ખેડુતોનો માલ સમાય શકે તેવું આયોજન કરવામા આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.