Abtak Media Google News

‘ ધ ગ્રેટ બ્રિટીનના’ રાની એલિજબેથ-2ના પતિ પ્રિન્સ ફિલિપે આજે પોતાની રાજપાટ કામગીરીમથી 96 વર્ષની ઉમરે નિવૃતિ લીધી છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે બ્રિટનનાં રાની એલિઝાબેથ-2 હજુ પણ રાજ્યભર સાંભળી રહ્યા છે. તેમની ઉમર 91 વર્ષની હોવા છતાં સ્વસ્થ અને તંદુરત રીતે પોતાની શાહી જવાબદારીઓ સાંભળી રહ્યા છે.

રાનીના જીવનની વાત કરીએ તો તે જ્યારે 13 વર્ષના હતા ત્યારે પ્રિન્સ ફિલિપને મળ્યા હતા અને પિતાના મૃત્યુ બાદ 1952માં માત્ર 25 વર્ષની ઉમરે રાજપાટ સાંભળ્યો હતો. તેમજ 27 વર્ષે 1953માં તેમની તાજપોશી કરવામાં આવી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી સાહી પરિવારનું આ જોડું રાજપાટ સાંભળી રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ છે રાણી એલિઝાબેથ -22ના પતિએ આટલી લાંબી જીંદગીનો મહતમ સમય રાજસેવામાં આપવા છતાં પ્રિન્સ ફિલિપ રાજા કેમ ન બની શક્યા … તો તેનો જવાબ એ છે કે બ્રિટિશ કાયદા અનુશાર સ્ત્રીઓને પતિના હોદ્દાનું બિરુદ આપમેળે મળી જાય છે. પરંતુ પતિ સાથે આ કાયદામાં ઊલટું છે પત્નીના હોદ્દાનું બિરુદ પતિ નથી મેળવી શકતો.

અને તેમણે રાની એલિઝાબેથ-2 સાથે 1947માં લગ્ન કર્યા બાદ બ્રિટનનાં શાહી પરિવારનો હિસ્સો તો ઘટના રાણી વિકટોરિયા પતિ પ્રિન્સ આલ્બર્ટ સાથે પણ ઘટી હતી.

તો આમ આ રીતે ધ ગ્રેટ બ્રીટનમા રાજશાહીમાં રાણીઓનો દબદબો રહ્યો છે અને વંશ પરંપરાએ પુરુષ પ્રધાન નહીં પરંતુ સ્ત્રી પ્રધાન છે તેવું કહેવામા કોએ શંકાને સ્થાન નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.