Abtak Media Google News
  • આજે લારી પર પણ કાર્ડથી, ફોનથી પેમેન્ટ થાય છે, શાકભાજીવાળા પણ હવે કેશને બદલે ડિજિટલ થયા છે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાપર્ણ કર્યું છે. આઘુનિક સુવિધાથી સજ્જ મેડિકલ કોલેજનું 150 કરોડના ખર્ચે નિર્માણ થયું છે. આ મેડિકલ કોલેજનું ખાતમૂહુર્ત પણ અમિત શાહે જ કર્યું હતું. 30 વર્ષ પહેલાં સ્વામિનારાયણ વિશ્વમંગલ ગરુકુળની સ્થાપના થઇ હતી. જેના નેજા હેઠળ સ્કૂલ, બી.એડ કોલેજ, પીટીસી કોલેજ, ફાર્મસી કોલેજ, આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજ અને લો કોલેજ હાલ કાર્યરત છે.

કાર્યક્રમમાં અમિત શાહે કટાક્ષ કર્યો હતો કે મારે એક પ્રોબ્લમ થઈ ગયો, મારે જે ભાષણ આપવાનું હતું એ સ્વામીએ આપી દીધું છે. મોદી સરકારની બધી ઉપલબ્ધિ સ્વામીએ ગણાવી દીધી છે. સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જનમ્યા, ગુજરાતને કર્મભૂમિ બનાવી હતી. આટલા વર્ષોમાં કરોડો લોકોને વ્યસન મુકિત અને સુચારુ રૂપે જીવન જીવવાનું કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યું છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં હું મંત્રી રહ્યો છુ, જવાબદારી પૂર્વક કહી રહ્યો છુ કે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને આગળ વધારવાનું કાર્ય ગુરુકુળે કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો આપણા પર મોટો ઉપકાર છે, નિરક્ષરને અક્ષરનું જ્ઞાન આપવાનું કામ સ્વામિનારાયણ ગુરુકુળે કર્યું છે, એનાથી મોટું પુણ્યનું કામ બીજું કોઈ નથી. પ્રેમ સ્વરૂપદાસજીને હું 30 વર્ષથી ઓળખું છું. સરકારનું કામ સ્વામી અને સ્વામિનારાયણ સંપ્રદાયે કરવા બદલ ધન્યવાદ આપું છુ.

મે સ્વામીને કહ્યું કે છોકરાઓને કહેજો કે ગરીબોને મદદ કરજો, સ્વામીએ મને કહ્યું કે આ છોકરાઓ એમ્બ્યુલન્સ લઈને ગામમાં જાય અને ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર કરે છે.

અહીંયા આવનારા દિવસોમાં એમડી અને પીજી અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવશે. પીએમ મોદીની આગેવાનીમાં મેડિકલ ક્ષેત્રે ખૂબ વિકાસ કર્યો છે. 387 મેડિકલ કોલેજથી વધારી 706 કોલેજ પીએમ મોદીએ કરી છે, 51 હજાર સીટોથી 1.07 લાખ મેડિકલ સીટો વધારવાનું કામ પીએમ મોદીએ કર્યું છે.

અમિત શાહે કહ્યું આઈઆઈટી, આઇઆઇએમ જેવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ખોલી છે. જેમાં દર વર્ષે એક લાખ યુવાનો તબીબ બની રહ્યા છે. કોંગ્રેસ રામ મંદિરને રોકીને બેઠી હતી. મોદીજીના નેતૃત્વમાં રામમંદિરનું નિર્માણ થયુ છે. દરેક વૈશ્વિક મંચ પર મોદીજીએ હિન્દીમાં ભાષણ કર્યુ છે. દેશ, ભાષા, સંસ્કૃતિને ગૌરવ અપાવવાનું કામ કર્યુ છે. દેશના ધાર્મિક સ્થળોનો વિકાસ થયો છે.

આજે લારી પર પણ કાર્ડથી, ફોનથી પેમેન્ટ થાય છે. શાકભાજીવાળા પણ હવે કેશને બદલે ડિજિટલ થયા છે. 2047માં ભારત આવવા વિઝા લેવાની લાઇન લાગશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.