ભાઈ ભાઈ ન રહા

અનિલ અંબાણી વિવાદોના ઘેરામાં: રાફેલ મુદ્દે કોંગ્રેસે રિલાન્સ ડિફેન્સ સામે ચિંધી આંગળી.

કહેવાય છે કે, પ્રેમ અને યુદ્ધમાં બધુ જ ઝાહીજ છે પરંતુ આધુનિક સમયમાં પ્રેમ અને યુદ્ધ કરતા પણ વધુ મહત્વનું બની ગયું છે તે વેપાર. ત્યારે કહેવાય છે કે, “એવરીથીંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વોર ત્યારે આજના સમયમાં હવે નવું સુત્ર સામે આવી રહ્યું છે જેમાં “એવરીથીંગ ઈઝ ફેર ઈન કોર્પોરેટ એક સમય ધીરૂભાઈ અંબાણીની રિલાયન્સ મુકેશ અને અનિલના હાથમાં હતી પરંતુ સંજોગો અને વેપાર નીતિએ ભાઈને ભાઈથી અલગ કરી દીધા જેથી અનિલ અંબાણીએ આર.કોમ સહિત અનેક કંપનીઓના માલીક બન્યા પરંતુ આર કોમ સમય કરતા પહેલા જ મોટુ રોકાણ કરી બેઠુ અને દેવાના ડુંગર નીચે દબાઈ ગયું.

અનિલ શાખ પણ અત્યારના સમયમાં ખુબજ જોખમમાં છે ત્યારે તેની સહ કંપની એરીકશને પણ ફોજદારી કરવાની માંગ કરી છે. વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીએ પણ પોતાના ભાઈનો બચાવ કરવા માટે ૨૩૦૦૦ કરોડનું રોકાણ કરવાની વાત કરી હતી અને તે માટે સંમતિ પણ દાખવી હતી. પરંતુ મુકેશ અંબાણીએ સ્પષ્ટપણે જણાવતા કહ્યું હતું કે તેનું પાછલુ દેવુ જે છે તે તેની જવાબદારી મુકેશ અંબાણીની રિલાયન્સ ઉપર ન આવી શકે. એટલે કયાંકને કયાંક તેમના દ્વારા પીછેહટ પણ કરવામાં આવી હતી.

ત્યારે રાફેલ મુદ્દે વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી પણ અનિલ અંબાણીને નરેન્દ્ર મોદીના ફાયનાન્સીયલ મેન્ટર તરીકે ઓળખે છે. ત્યારે મુકેશ અંબાણી પણ જાણે ‘જીઓ’ જી ભરકે જેવું કામકાજ શરૂ કર્યું છે ત્યારે કહીં શકાય કે અનિલ અંબાણી અત્યારના ચોમેર બાજુથી વિવાદમાં ઘેરાયેલા લાગે છે. ત્યારે દેશના જ નહીં પરંતુ વિશ્ર્વના સૌથી સધ્ધર ઉદ્યોગીક બ્રાન્ડ નેમ એવી રિલાયન્સની એક મગના બે ફાડા જેવી સ્થિતિ ઉભી થઈ છે અને તેની આર્થિક વ્યવસ્થા પણ ઘણા સમયથી ડામાડોળ થઈ ગઈ છે. કહીં શકાય કે અનિલ અંબાણીએ પિતાના ૮૫માં જન્મદિવસે જાહેરાત કરી હતી કે, રિલાયન્સ કોમ્યુનિકેશનની મિલકતનો મોટો હિસ્સો તેના મોટા ભાઈ મુકેશ અંબાણી રિલાયન્સ જીઓને ૨૩૦૦૦ કરોડમાં આપવામાં આવવાની હતી જેનો સોદો પણ રદ્દ થયો હતો.

વધુમાં વાત કરવામાં આવે તો દેશના રાજકારણમાં શાસક અને વિપક્ષ માટે રાજકીય લડતનું શસ્ત્ર બની ગયેલ રાફેલા વિમાન સોદામાં રાહુલ ગાંધીના ગેરરીતિના આક્ષેપો સામે પ્રથમ વખત રિલાયન્સ ડિફેન્સ મેદાનમાં આવ્યું છે. મંગળવારના રોજ રિલાયન્સે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આક્ષેપોનું ખંડન કરી જણાવ્યું હતું કે, રાફેલ સોદામાં કંપનીએ કોઈ નિયમ ભંગ કર્યા નથી. આ મુદ્દે એરબસ અને હેલીકોપ્ટરના સોદા માટે કંપનીએ કરેલ તજવીજ સાથે ફાઈટર જેટના વિમાનોને કોઈપણ જાતના લેવા-દેવા નથી. ત્યારે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સામે ઓફિશીયલ સીક્રેટના કાયદાનો ભંગ કરી અનિલ અંબાણીને મધ્યસ્થી ભૂમિકા આપવામાં આવી હતી અને આ સોદા પૂર્વે એક ઈ-મેઈલથી ઉદ્યોગપતિઓને સોદાથી માહિતગાર કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

રાજકીય યુદ્ધની પરિસ્થિતિની ફરજની રૂએ કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓ સામસામે આવી ગયા છે ત્યારે કોંગ્રેસના નેતા કપિલ સીબ્બલે જાણે ડબલ રોલ કરવાની ફરજ પડી છે. કપિલ સીબ્બલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા તરીકે જાણીતા છે અને તે અનિલ અંબાણીના પક્ષકાર તરીકે કોર્ટમાં બચાવ પણ કરી રહ્યાં છે ત્યારે કપિલ સીબ્બલે કોર્ટમાં અનિલ અંબાણી સામે એરીકશન ઈન્ડિયાની ૫૫૦ કરોડ રૂપિયાની લેણીના રકમના કેસમાં બચાવ પક્ષના વકીલ તરીકે તેઓ હાજર રહ્યાં હતા.

ત્યારે કપિલ સીબ્બલ અને મુકુલ રોહતંગીએ આ અંગે અનેકવિધ દલીલો કરી હતી. આ કેસમાં અનિલ અંબાણી સામે કોર્ટના અનાદરનો કેસ પણ બનવા પામ્યો ન હતો. ત્યારે કપિલ સીબ્બલે અનેકવિધ લોકોને જણાવતા કહ્યું હતું કે, રિલાયન્સ સાથે તેઓ અનેક વર્ષોથી જોડાયેલા છે અને હાલ જે લડાઈનો સામનો અનિલ અંબાણી કરી રહ્યાં છે તે એક કોર્પોરેટ લડાઈ છે અને તેઓએ પુષ્ટી કરતા જણાવ્યું હતું કે, તેઓ ૨૦ વર્ષથી તેમના પક્ષકાર તરીકે હરહંમેશ તેમનો સાથ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.