Abtak Media Google News

આગામી ર૦ દિવસમાં રિંગ ફરતું દર્શનીય જાળી નંખાઇ જશે

રાજકોટ શહેરના હ્રદય સમાન ગણાતા રિંગ રોડને નવું જ આકર્ષક બનાવવાની કામગીરી ચાલી રહી છે. શહેરના લોકોને બેસવાની સારી વ્યવસ્થા મળી રહે તે માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રીંગ ફરતે નવી જાળી નાખવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આગામી થોડા જ દિવસોમાં કામ પુરુ જાય તેવા સંકેતો મળી રહ્યા છે.

Advertisement

Vlcsnap 2018 05 21 12H36M28S92રાજકોટના પ્રથમ નાગરીક મેયર ડો. જૈમન ઉપાઘ્યાયે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રેસકોર્ષ રાજકોટ શહેરની જનતાનું હ્રદય છે. કારણ કે રાજકોટની જનતાને રેસકોર્ષમાં ફરવું ખુબ જ ગમે છે કોઇપણ પ્રસંગ હોય તહેવાર હોય, દિવાળી, હોળી અથવા તો શનિ-રવિ કે રજા હોય ત્યારે આખુ રાજકોટ રેસકોર્ષનું ચકકર જરુર લગાવે છે. ત્યારે રેસકોર્ષની ફરતે જે પાળી અને જાળી છે તે લગભગ ૩૦ થી ૪૦ વર્ષ જુની હતી. દિવાલ પણ તુટી ગઇ હતી લોકોને પણ મુશ્કેલી પડતી હતી. તો આખી નવી બેઠક વ્યવસ્થા થાય અને વધુ લોકો કેન્ફટેબલ રહી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટાભાગનું કામ પુરુ થવાને આરે છે. લગભગ પંદરથી વીસ દિવસમાં સંપૂર્ણ ગ્રીલ લાગી જશે. કોટા સ્ટોન લાગી જશે. કોટા સ્ટોન પર ફીનાઇલ પોલીસ કરેલ છે જેથી સાફ રહેશે. જેથી લોકો આરામથી બેસી શકશે.

Vlcsnap 2018 05 21 12H36M15S215

સાથે સાથે જે ગ્રીલ નાખી છે તે પણ ખુબ આકર્ષિત છે તેના કલર પણ અલગ અલગ છે અને ત્રણ ચાર અલગ અલગ કલર કરશું જેથી કોઇ બહારના વ્યકિત આવીને જુએ તેને ખુબ ગમે કે આ રેસકોર્ષ છે અને તે ત્રણ કિલોમીટર ના એરીયામાં આ ગ્રીલ નાખી છે ગ્રીલની જે થાંભલી છે તેમાં ડેકોરેટીવ લાઇટ મુકી છે અને તે લાઇટ રાત્રે ચાલુ થશે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનો સિમ્બોલ દેખાતો હશે. રાત્રે રેસકોર્ષનો દેખાવ દશનીય બનશે રેસકોર્ષની અંદર પણ આપણે ઘણું ડેવલોપમેનટ કરીએ છીએ પણ બહાર ફરવા વાળા વર્ગ વધારે હોય છે તો તેને પણ આ જગ્યાનો ખુબ લાભ મળશે. આ દ્રષ્ટિથી અમે આ અઢી કરોડ રૂપિયાના ખર્ચે આ કામ કર્યુ છે અને ટ્રુંક સમયમાં તેનું લોકાર્પણ પણ કરી દેશું.

Vlcsnap 2018 05 21 12H36M00S69

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.