Abtak Media Google News

તાજેતરમાં ખંભાલીયા શહેરમાં સમસ્ત લોહાણા મહાજન દ્વારા પરિચય મેળા કમીટી તરફથી લગ્નોત્સુક યુવકો યુવતિઓના પરિચય મેળો પ્રસંગે વિશાળ પ્રમાણમાં જ્ઞાતિ સમુદાય ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નટુભાઇ ગણાત્રા, લાંબાથી દ્વારકાદાસભાઇ રાયચુરા, પ્રતાપભાઇ દતાણી, ભરતભાઇ લાલ, તેમજ બિલ્ડર કમલેશભાઇ વિઠલાણી ઉ૫સ્થિત  રહ્યા હતા.

પરિચય મેળા માટે મુખ્ય સંયોજક તરીકે હસમુખભાઇ દતાણી, અશ્ર્વિનભાઇ છગ, મુકેશભાઇ થોભાણી, અમૃતલાલ દાવડા, છબીલદાસ મોદી તથા ઇશ્ર્વરભાઇ દતાણીએ છેલ્લા ઘણા સમય થયા વિવિધ શહેરોના રઘુવંશી અગ્રણીઓ તેમજ મહાજનોનો સંપર્ક કરી તમામ ભાગ લેનાર યુવાનો-યુવતિઓનો સંપૂર્ણ બાયોડેટા પ્રકાશીત કરી પુસ્તિકા રુપે દરેકને અર્પણ કરેલ તેમજ સંપૂર્ણ કાર્યક્રમ અને મેળાનું સંચાલન કરી માર્ગદર્શન આપ્યું હતું.Img 20181101 Wa0027કાર્યક્રમાં સૌ મહેમાનનું સ્વાગત હસમુખભાઇ દતાણીએ કર્યા બાદ અગ્રણી ધીરેનભાઇ બદીયાણીએ પરિચય મેળાના આયોજનની રુપરેખા આપ્યું છે.

આ કાર્યક્રમમાં સુ.નગરથી નરેન્દ્રભાઇ પુજારા, રાજકોટથી પ્રગતિ મંડળના હોદેદારો, મોરબીના નરેન્દ્રભાઇ રાયમગીયા, થાનથી પ્રકાશભાઇ કોટેચા, રાજુભાઇ, રાજકોટથી ડો. મીરાબેન ઠાકર, જુનાગઢથી ચેતનાબેન મિસરાણી, પોરબંદરથી  રામ મેરેજ બ્યુરોના સદસ્યો, લાલપુર લોહાણા મહાજનના સદસ્યો, સલાયા મહાજનના સભ્યો, દ્વારકાના અગ્રણી મનસુખભાઇ બારાઇ, ઇશ્વરભાઇ ઝાખરીયા, સુરજ કરાડીથી ધનજીભાઇ ભાયાણી, ભાટીયાના હરીભાઇ દાવડા, રાવલના અગ્રણી ભીખુભાઇ મશરુ તેમજ ખાસ ચોટીલાથી ઉપસ્થિત અગ્રણી હરેશભાઇ કોટકે તેઓની આગવી શૈલીમાં કાર્યક્રમનું સંચાલન કરી સૌને મંત્રમુગ્ધ કરેલ. આ સાથે લોહાણા મહાપરીષદના આર્થિક સહયોગથી વિના મૂલ્યે થેલેસેમીયા કેમ્પનું આયોજ કરેલ.

અંતમાં આભાર દર્શન વિનુભાઇ પંચમતીયાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા મેહુલ લાધાણી, અમરલાલ, વિમલ દાસાણી, વિમલ બથીયા, ભરતભાઇ કોટેચા વિગેરેએ સહકાર આપેલ પ્રોજેકટ ચેરમેન હસમુખ દતાણી ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.