Abtak Media Google News

ચીની હેડર્સ ડિજીટલ વિશ્ર્વમાં ઘુષણખોરી કરી રહ્યા છે: +૮૬થી શરુ થતાં કોઇપણ નંબરથી તકેદારી રાખવી: એડીજીપીઆઇ

વોટસએપ ગ્રુપોનો ચાઇનીઝ હેકરો હેક કરતાં હોવાને લઇ ભારતીય સૈન્યએ સાવધાન કર્યા છે. ભારતીય સેનાએ એક વીડીયો જાહેર કરીને ચીની હેડર્સો વોટસએપના માઘ્યમથી ભારતીય યુઝરને નિશાન બનાવી રહ્યા હોવાની ચેતવણી આપી છે. આ વિડીયો સોશ્યલ મેસેન્જર એપ્લીકેશન નો સુરક્ષીત પણે ઉપયોગ કરવા સેનાએ જણાવ્યું છે.લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ (એલએસી) અંકુશરેખા પર તૈનાત સૈનિકોને વોટસએપ સહીતની તમામ એપનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવાની ચેતવણી આપ્યાના ચાર માસ પછી સૈન્યે સામાન્ય નાગરીકોને પણ વીડીયોની મદદથી સાવધાન કર્યા છે. ઇન્ડિયન આર્મી ઓફીસીઅલ ટવીટર હેન્ડલ પરથી એડીશ્નલ ડાયરેકટોરો જનરલ ઓફ પબ્લિક એડીજીપીઆઇ ને ટવીટ કરીને જણાવ્યું કે ચાઇનીઝ હેકર્સ ભારતના ડીજીટલ વિશ્વમાં ધ્રુષણ ખોરી કરી રહ્યા છે.એડીજીપીઆઇએ વિડીયોમાં વધુમાં જણાવ્યું કે, ચાઇનીઝ હેકર્સ તમારા ડીજીટલ વર્લ્ડમાં ઘુષણખોરી કરવા તમામ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે.

જો તમામ વોટસએપમાં +૮૬ થી કોઇ નંબર પ્રવેશ્યો હોય તો તે ચીનનો છે. તમારે આ નંબરથી સજાગ રહેવું અને તમામ ડેટા પર ઘ્યાન આપવું કારણ કે આ નંબર તમારા તમામ ડેટાને હેડ કરી શકે છે.વિડીયોમાં એ પણ સુચના સૈન્યએ આપી છે કે, જો નવું સીમકાર્ડ લીધું હોય તો જુના સીમનો સંપૂર્ણ પણે નાશ કરી નાખવો નહિતર આવી માહીતી ચીની હેકર્સ સુધી પહોંચી શકે છે અને કોઇપણ પ્લેટફોર્મ એકાઉન્ટ હેડ કરી શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.