Abtak Media Google News

સાંસદ પદ ગયા પછી અલગ જ માહોલ ઉભો કરવાનો રાહુલનો પ્રયાસ સફળ નિવડશે?

‘મોદી’ અટક સામે કરેલી ટીપ્પણીના માનહાનીના કેસમાં બે વર્ષની સજા પડયા બાદ સેસન્સ કોર્ટ જામીન કર્યા મંજુર

મોદી અટક અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના માનહાનિના કેસમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને સુરતની મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેની સામે આજે `1રાહુલ ગાંધીએ સુરતની સેશન્સ કોર્ટમાં અપિલ કરી હતી. દરમિયાન અદાલત દ્વારા રાહુલ ગાંધીના જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે અને વધુ સુનાવણી આગામી 13મી એપ્રિલ પર મોકૂફ રાખવામાં આવી છે. આજે રાજ્યભરમાંથી કોંગ્રેસના કાર્યકરોના ધાડેધાડા સુરત ખાતે ઉતરી પડ્યા હતાં. રાહુલના જામીન મંજૂર થતાં કાર્યકરોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

Advertisement

સુરતની કોર્ટમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ’મોદી’ અટક ધરાવતી વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં 23 માર્ચે ચુકાદો આવ્યો હતો, જેમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગ્યા હતા અને તરત જ 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. હવે આજરોજ સાંસદપદ ગુમાવ્યાના 11 દિવસ બાદ રાહુલ ચુકાદા સામે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવા આવ્યાં છે. સુરક્ષાને પગલે પોલીસ દ્વારા રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીની સજા પર સ્ટે પરની વધુ સુનાવણી 13 એપ્રીલના રોજ હાથ ધરાશે તેવું સામે આવ્યું છે.રાહુલ ગાંધીની આજની સુરત કોર્ટના હાજરીને લઈ કોંગી નેતાઓના ગંજ ખડકાયા હતા. મોદી ટિપ્પણી કેસમાં 2 વર્ષની સજા પડ્યા બાદ તેને સેશન્સ કોર્ટમાં પડકારવા રાહુલ ગાંધી સાથે દેશના અનેક ટોચના કોંગી નેતાઓ આવ્યા હતા. આ ઉપરાંત શહેર-જિલ્લામાંથી હજારોની સંખ્યામાં અગ્રણીઓએ પણ સુરતમાં ધામા નાખ્યા હતા.

સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ’મોદી’ અટક ધરાવતી વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં 23 માર્ચે ચુકાદો આવ્યો હતો, જેમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગ્યા હતા અને તરત જ 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. સજાના બીજા જ દિવસે 24 માર્ચે રાહુલ ગાંધીને સાંસદપદ ગુમાવવું પડ્યું હતું.

પ્રિયંકા, ગહેલોત, બધેલ સહિતના અનેક નેતાઓ સુરતમાં

રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરતમાં હાજર રહ્યા છે. આ ઉપરાંત અનેક બીજા દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા છે. સાથે રાહુલ ગાંધીની મોટી એવી લીગલ ટિમ પણ તેની સાથે આવી હોવાનું જાણવા મળ્યું છે.

એરપોર્ટથી લઇ સર્કિટ હાઉસ સુધીના લગાવ્યા પોસ્ટરો: મોટી સંખ્યામાં કોંગી આગેવાનો ખડકલો

સુરતમાં અત્યારે ચૂંટણી પ્રચાર જેવો માહોલ

સુરત એરપોર્ટથી લઇ સર્કિટ હાઉસ સુધીના રસ્તા પર ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના સમર્થનમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જાણે માનહાનિનો કેસ ચૂંટણી પ્રચારનો રાજકીય રંગ ધારણ કરી લીધો હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા રાહુલે આપેલા સૂત્રોના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. વધુમાં સૌરાષ્ટ્રના અનેક શહેર-જિલ્લાના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં સુરત ગયા છે.

રાહુલ ગાંધીને લોકો અને વિપક્ષનો સાથ મળશે?

રાહુલ ગાંધીનું સંસદ પદ ગયા પછી વિપક્ષ જાણે એક થઈ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. પણ ખરેખર 2024 સુધી વિપક્ષની એકતા ટકી રહેશે કે કેમ તે પણ પ્રશ્ન છે. બીજી તરફ રાહુલ ગાંધીને લોકોનો કેટલો સાથ મળે છે તે પણ જોવું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.