Abtak Media Google News

વધતી ઠંડીની વચ્ચે હવે ગુજરાતીઓ માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં વધુ એક મોટું માવઠું થઇ શકે છે. માવઠાના કારણે રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ વધુ કથળી શકે છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આગામી ટુંક સમયમાં માવઠુ થવાની શક્યતા છે. ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતો માટે આ સૌથી મોટા માઠા સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 25 અને 26 નવેમ્બરે રાજ્યમાં માવઠુ થઇ શકે છે,

Advertisement

પશ્ચિમ બંગાળ અને અરબી સમુદ્રમાં ભેજના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના

પશ્ચિમ બંગાળ અને અરબી સમુદ્રમાં ભેજના કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ પેદા થઇ છે, અને આ કારણે કેટલાય ભાગોમાં માવઠુ થવાનુ પુરેપુરી શક્યતા છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી છે. માવઠાની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે, ખેતરમાં પડેલા પાકને ઢાંકીને રાખવો, જેથી નુકસાન નહીંવત થાય. બીજી બાજુ ભારતીય હવામાન વિભાગએ બંગાળની ખાડી પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાત તોફાનમાં ફેરવાઈ જવાની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડી પર બની રહેલુ દબાણ શુક્રવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગે કહ્યું કે ઓડિશા પર તેની કોઈ મોટી અસર નહીં થાય અને તે બાંગ્લાદેશના કિનારા તરફ આગળ વધશે.આઇએમડીએ ગુરુવારે (16 નવેમ્બર) જણાવ્યું હતું કે ડીપ ડિપ્રેશન 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. તે આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમના 420 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, પશ્ચિમ બંગાળમાં દીઘાથી 410 કિમી દક્ષિણ-પૂર્વમાં, બાંગ્લાદેશમાં ખેપપુરાથી 540 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને ઓડિશામાં પારાદીપથી 270 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.