• બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે, વહેલી સવારે થોડી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ

ગુજરાતમાં ધીરે ધીરે શિયાળો વિદાય લઇ રહ્યો છે.દિવસે દિવસે તાપમાનમાં વધારો નોંધાતો જઇ રહ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી અને ગરમીની મિશ્ર ઋતુ વચ્ચે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં આ માવઠું થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 7 ફેબ્રુઆરીથી ફરી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. તેમજ ઉત્તર ગુજરાતનાં અમુક ભાગોમાં તાપમાન 12 ડિગ્રીએ પહોંચશે. તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી શકશો. તેમજ તા. 19 થી 22 ફેબ્રુઆરીએ સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જેથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી શકશે.

એક તરફ છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, કુલ્લુ-મનાલી, હિમાચલપ્રદેશ, ઉતરાખંડ સહિતના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. બીજી તરફ ગુજરાતમાં શિયાળો ધીરે ધીરે વિદાય લઇ રહ્યો છે.છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં વહેલી સવારે થોડી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે, આ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. ગુજરાતમાં મિશ્ર ઋતુ વચ્ચે આજે માવઠાની આગાહી છે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન સરેરાશ કરતાં પાંચ ડિગ્રી વધ્યું છે.24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ગગડી શકે તેવી શક્યતા છે. તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.