Abtak Media Google News

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ૧૯મીએ સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી રવાના થશે

આગામી તા.૨૫ના રોજ અતુલાનંદ કોનવેન્ટ સ્કૂલ, કોઈરાજપુર, વારાણસી કાશી ખાતે સવારે ૧૦ કલાકે ક્ષત્રિય ધર્મ સંસદનું  આયોજન થયું છે. જેના અનુસંધાને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા  તા.૧૯ના રોજ સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી રવાના થશે,આ કાર્યક્રમને લઈ રાજકોટમાં તડામાર તૈયારી ચાલી રહી છે.

આગામી તા.૧૫/૧૨/ઈતિહાસમાં એવો એક દુર્લભ દિવસ હશે જયારે ભારત ભરના ક્ષત્રિયો એક જગ્યા એ મળીને પોતાની એકતા દર્શાવશે અને કરોડો ક્ષત્રિયોના ઉત્થાન માટે ગહન ચિંતન કરીને ઉપાયો શુંચવશે.જેને કાર્યાન્વિત કરવા ભારત ભરની ૫૦૦ જેટલી ક્ષત્રિય સંસ્થાઓ આઈ.એ.એસ,આઈ.પી.એસ. ઓફિસર્સ,બીઝનેસ મેન્સ,પ્રોફેશનલ્સ વીગેરે ૨૦૦૦ થી વધુ સભ્ય સંખ્યામાં મળશે.

ગત તા.૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ આયોજિત બીજા ગોલમેજ  અધિવેશનમાં ભારત ભરની ૧૬ રાજયોની ૫૦ પ્રતિષ્ઠિત ક્ષત્રિય સંસ્થાઓની હાજરીમાં જંગી બહુમાતીથી આ ક્ષત્રિય ધર્મ સંસદની રચના કરવામાં આવી હતી,જેમાં ડો.જયેન્દ્રસિંહજી જાડેજા,ને અધ્યશ્રી તથા મૈંનપાલસિંહ રાઘવને ઉપાધ્યક્ષ તરીકે ની જવાબદારી સોંપવામાં આવે હતી,કોઈ રજીસ્ટર્ડ સંસ્થાનથી, પરંતુ ભારત ભરની રજીસ્ટરેડ ક્ષત્રિય સંસ્થાઓના વચ્ચે સંવાદનો સેતુ સ્થાપનાર એક ફોરમ છે. જેના ઉપક્રમે ક્ષત્રિય ધર્મ સંસદ કાશીનો ઐતિહાસીક કાર્યક્રમ આયોજિત કરેલ છે.જેમાં હાલમાં ૩૦૦ જેટલી ક્ષત્રિય સંસ્થાઓ રજીસ્ટરર્ડ છે.અને આગામી અધિવેશન સુધીમાં ૫૦૦ સંસ્થાઓ રજીસ્ટરર્ડ થાય તેવું લક્ષ્ય છે.

આ અધિવેશનમાં સમાજના વિચાર એવા આઈ.એ.એસ, આઈ.પી.એસ, વર્ગ-૧ અધીકારીઓ,પ્રોફેસસન્લ્સ (ડોકટર્સ, એન્જિનિર્સ, વકીલ, બીજા વ્યવસાયીઓ)બીઝીનેસ પરસન્સ,વગેરેને પણ આમંત્રણ આપવામાં આવેલ છે.

ક્ષત્રિય ધર્મ સંસદમાં ડેલીગેટ તરીકે હાજરી આપવા માટે ક્ષત્રિય ધર્મ સંસદ સ્પેશ્યલ ટ્રેન અમદાવાદથી કાશી જશે.જમાં રાજકોટ જિલ્લામાથી બે કોચમાં ૧૫૦ થી વધુ રાજપુતભાઈઓ તથા બહેનો, પી.ટી. જાડેજાની આગેવાનીમાં પધારશે.તેવુ પી.ટી જાડેજા-(આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાજપૂતસંઘ કિશોરસિંહ જેઠવા, (પ્રમુખ રાજકોટ જિલ્લા) પદ્દભા જાડેજા (મહામંત્રી રાજકોટ શહેર)અને જયપાલસિંહ ઝાલા (રતનપર)સહિતના આગેવાનોએ જણાવ્યું  હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.