Abtak Media Google News

રાજસ્થાન એસીબીએ ઇડીના એક અધિકારીની અટકાયત કરી છે. તપાસ એજન્સીના અધિકારી પર વચેટિયા દ્વારા 15 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી છે. રાજસ્થાનમાં અઈઇએ મોટી કાર્યવાહી કરી છે. જેઓ અવારનવાર રાજકારણીઓ, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓના ઘરે દરોડા પાડતા હતા, આજે તે વિભાગના એક અધિકારીની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

ઇડી અધિકારી નવલ કિશોર મીના પર આરોપ છે કે તેમણે એક વચેટિયા દ્વારા 15 લાખ રૂપિયાની લાંચ માંગી હતી

રાજસ્થાન એસીબી દ્વારા ઇડીના એક અધિકારીને તેના સહયોગી સાથે પકડી લેવામાં આવ્યો છે.સૂત્રો અનુસાર, ઇડી અધિકારી નવલ કિશોર મીના પર આરોપ છે કે તેમણે એક વચેટિયા દ્વારા 15 લાખ રૂપિયાની લાંચ માંગી છે.મળતી માહિતી મુજબ મણિપુરની એક ચિટ ફંડ કંપનીના કેસમાં સમાધાન અને અન્ય સુવિધાઓના નામે પીડિતા પાસેથી 17 લાખ રૂપિયાની માંગ કરી રહ્યો હતો. પરંતુ તે પંદર લાખ રૂપિયા લેતા ઝડપાઈ ગયો હતો. તેના માટે કામ કરતા તેના સહયોગીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ટ્રેપ અલવરમાં કરવામાં આવી છે. મોટી બાબતને કારણે એસીબીના અન્ય અધિકારીઓ પણ અલવર જવા રવાના થઈ ગયા છે.

એસીબીના એક અધિકારીઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં મણિપુરમાં કેટલાક લોકો વિરુદ્ધ છેતરપિંડી અને ચિટ ફંડ કંપની ચલાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં ઇડીના લોકો પીડિતા પાસેથી પૈસાની માંગ કરી રહ્યા હતા. પીડિતાએ પોલીસ એસીબી અધિકારીઓને જણાવ્યું કે ઇડી અધિકારી નવલ કિશોર મીણા અને તેના સહાયક બાબુલાલ મીણા તેની પાસેથી પૈસાની માંગણી કરી રહ્યા હતા. ચિટફંડ કંપનીના મામલામાં તેમની પ્રોપર્ટી અટેચ ન કરવાના બદલામાં આ પૈસાની માંગ કરવામાં આવી રહી હતી.સૂત્રો અનુસાર, ઇડી અધિકારી નવલ કિશોર મીના પર આરોપ છે કે તેમણે એક વચેટિયા દ્વારા 15 લાખ રૂપિયાની લાંચ માંગી છે. જે બાદ રાજસ્થાન સરકારની તપાસ એજન્સીએ કેન્દ્રીય એજન્સીના અધિકારની અટકાયત કરી છે.એસીબીએ ઇડી અધિકારીને આવક કરતા વધુ સંપત્તિ કેસમાં ટ્રેપ કર્યો હતો, જે બાદ તેની સાથે જોડાયેલી જગ્યાઓ પર રેડ કરી હતી અને પછી અધિકારીની અટકાયત કરી છે. આ કેસમાં એસીબી ઓફિશિયલ જાહેરાત કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.