Abtak Media Google News

અમેરિકાની સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વે સતત બીજી એફોએમસી બેઠકમાં યુએસમાં વ્યાજ દરો યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.  બુધવારે યોજાયેલી એફઓએમસી મીટિંગમાં, ફેડ ચેરમેને જાહેરાત કરી છે કે રેટ સેટિંગ ફેડરલ ઓપન માર્કેટ કમિટીના સભ્યોએ સર્વસંમતિથી વ્યાજ દર 5.25-5.50 ટકાની વચ્ચે રાખવાનો નિર્ણય કર્યો છે.  આ વ્યાજ દરો યુએસના ઇતિહાસમાં 22 વર્ષમાં સૌથી વધુ છે.

ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું છે કે ફુગાવાના દરને ઘટાડવા માટે ફેડરલ રિઝર્વ વ્યાજ દરો અંગે સાવચેતીભર્યું નાણાકીય નીતિનું વલણ જાળવી રાખશે.  બે દિવસ સુધી ચાલેલી ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠક બાદ બેન્ચમાર્ક રેટને 5.25-5.50 ટકાના સ્તરે રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો કારણ કે સેન્ટ્રલ બેંકનું માનવું છે કે નીતિ ઘડનારાઓને વધારાની માહિતી મળી શકે છે અને નાણાકીય નીતિના અમલમાં મદદ મળી શકે છે.અમેરિકામાં ફુગાવાનો દર હજુ પણ ત્યાં 2 ટકાના નિર્ધારિત લક્ષ્યાંકથી ઉપર છે અને ફેડરલ રિઝર્વ માને છે કે તેને નિયંત્રણમાં લાવવા માટે તેણે વ્યાજ દરો પર લવચીક વલણ અપનાવવું પડશે.  હાલમાં અમેરિકામાં 3.7 ટકાનો ફુગાવો જોવા મળી રહ્યો છે અને ફેડ અને યુએસ સરકાર તેને નીચે લાવવાનો પ્રયાસ કરી રહી છે.

ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટીની આ બીજી બેઠક હતી જેમાં વ્યાજ દરો સ્થિર રાખવામાં આવ્યા છે.  આ પહેલા માત્ર વર્ષ 2023માં જ ચાર વધારો થયો છે અને તે સહિત ફેડએ કુલ 11 વખત વ્યાજદર વધારવાનો નિર્ણય કર્યો છે. ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ અમેરિકન બજારોમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો અને યુએસ માર્કેટમાં લીલો નિશાન જોવા મળ્યો હતો.  ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 0.67 ટકાના વધારા સાથે 33,274 ના સ્તર પર બંધ થયો છે.  1.64 ટકાના વધારા સાથે 13,061 ના સ્તર પર બંધ થયો.  એસએન્ડપી 500 ઈન્ડેક્સ પણ 1.05 ટકાના વધારા સાથે 4,237 ના સ્તર પર બંધ થયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.