Abtak Media Google News

પ્રાણીઓ-પશુઓની પ્રકૃતિઓ, અવનવા આકારો, પેરેનિયલ પુષ્પો, પામ વેરાયટી, મલ્ટી કલર રોઝ સહિતના ૭૦ થી વધુ જાતના પ્લાન્ટસથી ફલાવર્સ-શો ઝળહળી ઉઠશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને સવિશેષ સુવિધાઓ આપવા માટે કટીબઘ્ધ છે. સાથો સાથ શહેર સ્માર્ટ-હરીયાળુ બને તે માટે તમામ પ્રકલ્પો અને શહેરમાં સમાતરીત બગીચાઓ અને સારુ પર્યાવરણ બની રહે તે માટે આગામી ૧લી ફેબ્રુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ સંકુલના ક્રિકેટ પેવેલીયનની બાજુમાં ફલાવર્સ-શો ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. રાજયમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ૧લી ફેબ્રુઆરીએ ફલાવર્સ શો ખુલ્લો મુકશે. ફલાવર્સ શો ૨૦૧૮ની વધુ વિગત માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરએમસી ખાતે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કમલેશ મિરાણી, ધારાસભ્યો અને મહાનગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા.

આ વર્ષે યોજાનારા ફલાવર શોની માહિતી આપતા કમિશનરે જણાવ્યું હતું કે, વિવિધ જાતના રંગબેરંગી પુષ્પો, લતાઓ, પુષ્પોથી બનાવાયેલા પ્રાણીઓ-પક્ષીઓની પ્રતિકૃતિઓ અવનવા આકારો, મેનક્રિચર્સ, એકવેટીક પ્લાટ્સ, કેકેટસ, બોનસાઈ, ઓર્કિડ-વેરાયટી, કલરફુલ ફોલિયેઝ પ્લાટ્સ, પેરેનિયલ પુષ્પો, પામ વેરાયટી, મલ્ટી કલર રોઝ વેરાયટી, જેરોફાયટીક પ્લાટ્સ, સકયુલટ્સ, બલ્બીસ પ્લાટ્સ, જયુનિપેરસ પ્લાટ્સ, મેડિસિનલ પ્લાન્ટ્સ તેમજ અવનવા પુષ્પો વિગેરેની અંદાજ ૭૦થી વધુ જાતના પ્લાટ્સ વિગેરેથી સુશોભન કરવા સાથો સાથ સૌરાષ્ટ્રના મુગુટ સમાન અને આપણી સંસ્કૃતિના ધરોહર સોમનાથ મહાદેવ મંદિરના ત્રિ-પારિમાણિક પ્રતિકૃતિ પુષ્પોથી સજાવટ કરી અને આકર્ષણનું કેન્દ્ર ઉભુ કરવામાં આવશે.

આ ફલાવર-શોના અન્ય આકર્ષણમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા લોકો દ્વારા કાર્યક્રમના ભાગ‚પે આ સ્થળે જુદા જુદા શૈક્ષણિક સ્તરે શિક્ષણ મેળવતા ઉત્કૃષ્ટા ધરાવતા બાળકો વિગેરેને પ્રત્યક્ષ પ્રયોગિક શિક્ષણ આપવા માટેના પ્રયાસ રહેશે. સાથો સાથ વિદ્યાર્થીઓમાં સમાયેલ શકિતને બહાર લાવવાના પ્રાયસ માટે કુદરતી પુષ્પોમાંથી રંગોળી બનાવવા સાથો સાથ પ્રદર્શનની ચિત્ર સ્પર્ધા રાખવામાં આવશે. રાજકોટ અને રાજકોટ બહારથી આવનાર પ્રકૃતિ પ્રેમીઓને સારીજાતના બહોળી સંખ્યામાં વેરાયટીવાળા વિવિધતા સભર પ્લાન્ટસ, ફુલ, છોડ, બગીચા માટેના ઓજાર, બીજ અન્ય આઈટમ્સ, તેમજ વન્ય પેદાશો અને ઓર્ગેનિક ઉત્પાદનો મળી રહે તેવો સ્ટોલની સુવિધાઓ આપવાનો પ્રયાસ છે.

આ ઉપરાંતથી શહેરના નાગરિકો આ પ્રદર્શનીમાં આવશે ત્યારે તેના સવિશેષ આનંદ માટે જુદા જુદા પ્રકારના ખાદ્ય વસ્તુઓના આ જગ્યામાં જ બનાવાતા સ્વાદિષ્ઠ નાસ્તાઓના સ્ટોલ રાખવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરના નગરજનો વિગેરે આ ‘ફલાવર-શો’૨૦૧૮માં આવી અને આનંદ માણી અને રાજકોટ શહેરને હરિયાળુ અને પર્યાવરણમય બનાવે અને પ્રાકૃતિક બનાવી અને પર્યાવરણ જાળવણીમાં સહકાર આપે તેવી અપીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.