Abtak Media Google News

કરાઓકે ટ્રકે શો ‘નગ્મે સુહાન’ અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે આયોજન: ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે કરાઓકે ટ્રેક શોના કલાકારો

સુર સફર ઇવેન્ટસ પ્રસ્તુત કરાઓકે ટ્રેક શો ‘નગ્મે સુહાને’ અરવીંદભાઇ મણીયાર હોલ, રાજકોટ ખાતે તા. 25 ને શુક્રવારના રોજ રાત્રે 8.30 કલાકે યોજાશે. આ કાર્યક્રમ ફકત આમંત્રિત મહેમાનો માટે વીના મૂલ્યે રાખવામાં આવેલ છે.

રાજકોટ શહેર, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અવનવી ઇવેન્ટનાં આયોજનમાં સદા અગ્રેસર એવું સુર સફર ઇવેન્ટ સંગીતક્ષેત્રે  હંમેશા કાંઇક ને કાંઇક નવું નજરાણું લઇને આવે છે અને નવી નવી ઉગતી પ્રતિભાઓને જરુરી પ્લેટફોર્મ પુરુ પાડે છે.

Dsc 1721

સમગ્ર આયોજનને આખરી ઓપ આપવા સુર સફર ઇવેન્ટસનાં અજય (રાજ) દવે તથા કિશોરસિંહ જેઠવા અને મુંબઇના શંકર-જયકિશન, ઓ.પી. નૈયર જેવા દીગ્ગજ સંગીત કારો સાથે સહાયક તરીકે વર્ષો સુધી કાર્યરત રહેલ અને હાલ રાજકોટમાં વસતા કલાગુરુ શ્રીમાન લલીતભાઇ ત્રિવેદી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા કિશોરસિંહ જેઠવાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં અજય (રાજ) દવે દ્વારા તાલીમ આપવામાં આવેલ કલાકારો ચિંતન દવે, દિપક રાવલ, શૈલેષ કડેયા, ધૈવત શુકલ, કલા રાવલ, કોમલબા જાડેજા તથા ગેસ્ટ સીંગર તરીકે રક્ષા રાવલ- દક્ષા ત્રિવેદી પોતાના બહુ ઓછા સ્ટેજ પર લેવાતા હોય તેવા અલબેલા ગીતો

મૌસમ હૈ આશીકાના, દિલ ઢુંઢતા હૈ, અરજી રૂઠ કર અબ કહા જાઇએગા, શાંત ઝરૂખે વાટ, ચડતા સરજ ધીરે ધીરે, હસ્તા હુવા નુરાની ચહેરા, અખીયન સંગ અખીયા, હવા કે ઝોકે આજ મૌસમો સ, કીસી પથ્થર કી મુરત સે, એ અજનબી તુ ભી કભી જેવા બહુ ઓછા સ્ટેજ પર ગવાતા ગીતો રજુ થનાર છે.  તો રાજકોટના સંગીત જગતનાં તમામ ગ્રુપો તથા સંગીતના ચાહકોને ઉ5સ્થિત રહેવા સુર સફર ઇવેન્ટસ વતી અજય (રાજ) દવે તથા કીશોરસિંહ જેઠઠાએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.