Abtak Media Google News

શહેરમાં નજીવી બાબતે છરી વડે હુમલા કરવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એકવાર મવડી મેઇન રોડ પાસે ફોન ન ઉપાડવા જેવી સામાન્ય બાબતે મિત્રએ મિત્રને છરીના ઘા ઝીંકી દીધા હતા. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

ફોન ન ઉપાડતા ઉશ્કેરાયેલા મિત્રએ જ છરી વડે માર મારતા યુવક ઘાયલ

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉદયનગર શેરી -14માં રહેતો અને પ્રાઇવેટ નોકરી કરતા તુષાર રમેશભાઈ જેઠવાએ માલવિયાનગર પોલીસ મથકમાં તેના મિત્ર પ્રિતેશ ઉર્ફે દીકુ અલ્પેશ ગોટેચા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં તુષારે જણાવ્યું હતું કે ગઈ કાલે પોતે મવડી મેઇન રોડ પર મોમાઈ પાનની દુકાન પાસે ચા પીતો હતો ત્યારે તેનો મિત્ર પ્રિતેશ ઉર્ફે દીકુ ત્યાં આવ્યો હતો અને તું કેમ મારા ફોન નથી ઉપાડતો તેમ કહી ગાળાગાળી કરતો હતો. તુષારે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પ્રિતેશ ઉર્ફે દીકુએ છરી વડે હુમલો કરતા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે પ્રિતેશ ઉર્ફે દીકુ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.