Abtak Media Google News

શાપર-વેરાવળમાં પ્લોટ બાબતે ચાલતા ડખ્ખાનો ખાર રાખી મારા માર્યો : બેને ઈજા ,સામસામે નોંધાતી ફરિયાદ

રાજકોટમાં ખાખિનો ખોફ ઓસળ્યો હોઈ તેમ એકા એક સરાજાહેર મારામારીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ગઈકાલે નિર્મલા રોડ પર ભરબપોરે સરાજાહેર બે જૂથ વચ્ચે છરી-ધોકા વડે મારા મારી થતા સામસામે બેને ઈજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે વિડીયો વાયરલ થતાં ગાંધીગ્રામ પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી સામ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.બનાવની વિગતો મુજબ કાલાવડ રોડ પર પ્રેમમંદિર પાસે સોના ધર્મેન્દ્રમાઈ યુનીલાલ રાવલ (ઉ.વ.54) બપોરે નિર્મળા રોડ પર તેની શિવમ એસ્ટેટ નામની ઓફિસે બેઠા હતા તે દરમિયાન વિશાલ મહેતા અને લાલો પટેલ સહિતનાઓએશાપર ખાતે પ્લોટ બાબત ના ચાલતા ઝઘડાનો ખાર રાખી અને પ્લોટ પડાવી લેવા ના ઇરાદે ઓફિસમાં છરી-ધોકા સાથે ઘૂસી ગાળો ભાંડી મારમાર્યો હતો.જેમાં તેને ઈજા પોસ્ટર સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો આ બધા અંગેની જાણ ગાંધીગ્રામ પોલીસને થતા પોલીસે ધર્મેન્દ્રભાઈ ફરિયાદ પરથી વિશાલ અને લાલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

જયારે સામા પક્ષના વિશાલ શ્રીકાંતભાઈ મહેતા (ઉ.વ.36)ને પણ માર માર્યાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયો હતો જેમાં તેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,વીનુભાઇ દેસાઇ સાથે તેનો શાપર વેરાવળ ખાતે આવેલ પ્લોટ નુ રૂપીયા સાત લાખમાં ટોકન આપી લખાણ કરાવી જાહેર નોટીશ આપેલ હોય જે પ્લોટ બાબતે દિપક રાઠોડએ પોતે ટોકન આપેલ આ પ્લોટનું ટોકન આપેલ છે તેમ કહી આ બાબતે વાતચીત કરવા બોલાવી આ પ્લોટ પોતાને જ લેવાનો છે. તેમ કહી આ પ્લોટ બળજબરીથી પડાવી લેવા માટે ગાળા ગાળી કરી ધર્મેન્દ્ર રાવલ અને દિપક રાઠોડ એ લોખંડના પાઇપ વતી વિશાલભાઇ તથા પાર્થ ધાનાણી ઉર્ફે લાલાને મારમારતા બંનેને માથામાં ઇજા થતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેથી પોલીસે વિશાલની ફરિયાદ પરથી દિપક રાઠોડ અને ધર્મેન્દ્ર રાવલ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.