Abtak Media Google News

જગતના તાતને સબસીડીના નામે ગેરમાર્ગે દોરતા ભ્રષ્ટાચારીઓ સામે ત્વરિત કાર્યવાહી કરવા માંગ

જટકા મશીનના નામે ચાલતા કૌભાંડ સામે બીઆઇએસ લાલ આંખ કરી તંત્ર પાસે ભ્રષ્ટાચારીઓ સામે ત્વરિત કાર્યવાહી કરવા માંગ કરી છે. જે અંગે બીઆઇએસ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બીઆઇએસ રાજકોટ હેડ એસ.ડી.રાણેએ જણાવ્યું હતું કે રાજકોટમાં બીઆઈએ માર્ક વગર જટકા મશીનના ઉત્પાદન કરતાઓ નિયમ વિરુદ્ધનું કાર્ય કરી રહ્યા છે. હાલ પાચ સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી બે દરોડા સફળ રહ્યા છે. ગુજરાતમાં એક જ ઉત્પાદક પાસે બીઆઈએસનું લાઇસન્સ છે.ગેરકાયદેસર ઉત્પાદન કરતા સામે બે લાખ રૂપિયા રોકડ અથવા એક વર્ષ જેલની સજા કરવામાં આવે છે.

છેલ્લા ઘણા વર્ષથી ગુજરાત રાજ્યના ખેડૂતોને જંગલી જાનવરોથી પાકના રક્ષણ માટે વપરાતા જટકા મશીન સબસિડીમાં મળે એવી વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી અને આને ધ્યાનમાં લઇને ગુજરાત રાજ્યમાં પ્રથમવાર જટકા પર 50% સબસિડીની મંજૂરી આપવામાં આવી છે.

જટકા મશીનએ ઇલેક્ટ્રિકલ સાધન હોવાથી સરકાર દ્વારા આઇએસઆઇ દ્વારા માન્યતા પ્રાપ્ત અને ઉચ્ચ ગુણવતા હોય એવા જટકા મશીન પર જ સબસિડીમાં માન્યતા આપવામાં આવી અને ખેડૂતોને આઇએસઆઇ માર્ક વાળા મશીન પર જ સબસિડી મળે છે.

ધ્યાનમાં આવતા બીઆઇએસ દ્વારા સઘન ચેકીંગ કરતાં ખબર પડી કે ઘણા લોકો આવા ખોટા માર્ક લગાવીને લોકોને છેતરી રહ્યા છે તેમજ માણસ તેમજ જંગલી જાનવરોના જીવને નુકશાન કરી શકે એવા જટકા મશીન બનાવી રહ્યા છે. બીઆઇએસ આ તપાસથી ખેડૂતોમાં અને સરકારમાં જાગૃતતા આવવાથી ઘણા ખેડૂતો ચેતી ગયા છે.

હાલમાં આવા લેભાગુ લોકોને ખબર પડતાં કે એમની પ્રોડક્ટ પર સબસિડી મળશે નહીં તેથી કરીને સોશિયલ મીડિયા પર જટકા મશીનમાં સબસિડી નહીં મળે એવા ખોટા મેસેજ વાઇરલ કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી ખેડૂતોને પોતાના લાભથી વંચિત રાખીને સરકારની આ યોજનાને નિષ્ફળ બનાવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં અત્યારે આઇએસઆઇ માર્કાવાળા જટકા મશીન પર ગવર્મેન્ટની 50%ની સબસિડી ચાલુ છે. સરકાર દ્વારા સબસિડી બંધ હોવાનો કોઇ પરિપત્ર નથી. આવા છેતરપિંડી કરતાં અને ગેરમાર્ગે દોરતા લેભાગુ તત્વોની ઊંડી તપાસ કરી કાયદેસરના પગલાં લેવા જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.