રાજકોટ: દુધસાગર રોડ પર પિતરાઈ ભાઈઓને નાસ્તો દોઢ લાખમાં પડયો

અબતક, રાજકોટ

રાજકોટના દુધસાગર રોડ પર ડાભી હોટલ પાસે ચા પાણી નાસ્તો કરવા ઉભા રહેલા બે પિતરાઇ ભાઇઓના એકટીવાની ડેકી ખોલી ગઠીયો દોઢ લાખની કિંમતના બે મોબાઇલ યોન તફડાવી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ  કાલાવડ રોડ એવરેસ્ટ પાર્ક શેરી નં.૪ માં રહેતા અને રૈયા ચોકડી પાસે ભગીરથ સેલ્સ નામની પેઢી ધરાવતા જયસુખભાઇ લક્ષ્મીદાસ રૂપાભીડા (ઉ.વ.૪૬) નામના લોહાણા વેપારીએ થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા. ૩-૯ ના બપોરે વેપારી જયસુખભાઇએ પોતાના કામ માટે પુત્ર નિકુંજ અને ભત્રીજા રવિને સંતકબીર રોડ પર મોકલયા હતા.

આ વખતે બન્ને પિતરાઇ ભાઇ દુધસાગર રોડ ડાભી હોટેલે એકટીવા રાખી ચા-નાસ્તો કરવા ગયા હતા ત્યારે થોડીવાર રેઢા પડેલા એકટીવાની ડેકી તોડી ગઠીયોરૂ. ૧.૫૦ લાખનો બે મોબાઇલ ફોન ઉઠાવી પલાયન થઇ ગયો હતો. આ ઘટના અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી સીસી ટીવી કુટેજના આધારે મોબાઇલની ઉઠાંતરી કરનાર શખ્સની સધન શોધખોળ હાથ ધરી છે.